ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં AMC દ્વારા ઓલિમ્પિક માટે મેગા સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાશે

  • 2036માં ઓલિમ્પિક માટે TP-204માં મેગા સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાશે
  • AMC દ્વારા ‘સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ કેટેગરી હેઠળ પ્લોટ રિઝર્વ રખાયો છે
  • અંદાજે રૂ.650 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી રહ્યું છે

અમદાવાદમાં AMC દ્વારા ઓલિમ્પિક માટે મેગા સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાશે. 2036માં ઓલિમ્પિક માટે TP-204માં મેગા સ્પોટ્ર્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાશે. નારણપુરાના સ્પોટ્ર્સ સંકુલના એરિયા કરતાં SG હાઈવે પાસે મોટો પ્લોટ છે. પાર્ક-ગાર્ડન માટે રિઝર્વ એક લાખ ચોમીના પ્લોટ પર જ હવે સ્પોટ્ર્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનશે. AMC દ્વારા ‘સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ કેટેગરી હેઠળ પ્લોટ રિઝર્વ રખાયો છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં રૂ.1,240 કરોડના ખર્ચે એરપોર્ટ બન્યું છતાં એક પણ ઈન્ટરનેશનલ ફ્લાઇટ ન આવી 

અંદાજે રૂ.650 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી રહ્યું છે

AMC દ્વારા 2036માં ઓલિમ્પિલક રમતોત્સવમાં યજમાન બનવાની નેમ સાથે શહેરની સૌથી મોટી TP સ્કીમ -204માં અંદાજે 1 લાખ ચોમી એરિયામાં મેગા સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું આયોજન હાથ ધરાયું છે. AMC દ્વારા SG હાઈવે, મુમતપુરા અને SP રિંગ રોડની વચ્ચે 1 લાખ ચો.મી.નો પ્લોટ આવેલો છે અને AMC દ્વારા ‘સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ કેટેગરી હેઠળ રિઝર્વ રખાયો છે. ઉલ્લેખનીય છે કે, 2036માં ઓલિમ્પિક રમતોત્સવ માટે ભારતીય ખેલાડીઓ તૈયાર કરી શકાય તે હેતુસર અંદાજે રૂ.650 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

શહેરની સૌથી મોટી આ ટીપીમાં 40 ટકા કપાત કરવા માટેનો માર્ગ મોકળો થયો

નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે રીઝર્વ રખાયેલા 79,500 ચો.મી.જમીનના વિસ્તાર કરતાં TP-204માં વધુ એરિયા ધરાવતા પ્લોટમાં મેગા સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરાશે. તાજેતરમાં AMCની ટાઉન પ્લાનિંગ કમિટીમાં સૂચિત TP-204માં મૂળ ખંડમાંથી 40 ટકા કપાત કરવા સહિતના સૂચનો સાથેની દરખાસ્ત મંજૂર કરીને રાજ્ય સરકારના TPOને મોકલી અપાતા શહેરની સૌથી મોટી આ ટીપીમાં 40 ટકા કપાત કરવા માટેનો માર્ગ મોકળો થયો છે.

TP-204માં 1 લાખ ચો.મી.જમીનનો પ્લોટ પાર્ક્સ અને ગાર્ડન માટે રીઝર્વ રખાયો હતો

AMCના અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રારંભમાં TP-204માં 1 લાખ ચો.મી.જમીનનો પ્લોટ પાર્ક્સ અને ગાર્ડન માટે રીઝર્વ રખાયો હતો. AMCની ટીપી કમિટીએ ટીપી સ્કીમમાં સુધારાની દરખાસ્તને મંજૂરી આપ્યા પછી ફક્ત એક જ પ્લોટ બચ્યો છે જે હવે અનામત સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રખાશે. આ પ્લોટ શરૂઆતમાં ઉદ્યાનો અને બગીચા જેવા સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઝોન કરવામાં આવ્યો હતો. જો કે, શહેર 2036 ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને, હવે AMCએ સૂચિત પ્લોટની સમગ્ર જગ્યા રમતગમતના વિકાસ માટે ફાળવાશે. TP-204માં 1 લાખ ચો.મી. એરિયાના પ્લોટમાં તૈયાર થનાર મેગા સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આંબલી, ઘુમા, જોધપુર, શેલા, વેજલપુર, પ્રહલાદનગર, સરખેજ, મકરબા અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓની નજીક હશે.

Back to top button