ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

ગઈકાલના કડાકા બાદ આજે શેરબજારમાં રિકવરી, સેન્સેક્સ 900થી વધુ પોઇન્ટ ઉછળ્યો

Text To Speech

મુંબઈ, 6 ઓગસ્ટ : ગઈકાલના કડાકા બાદ આજે ભારતીય શેરબજારમાં તેજી પરત ફરી છે અને શેરબજારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજાર ખુલતાની સાથે જ નિફ્ટી 24350ને પાર કરી ગયો હતો. મિડકેપમાં 1000થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો છે અને માર્કેટ વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા VIX લગભગ 13 ટકા નીચે છે. બેંક નિફ્ટી 455 પોઈન્ટના ઉછાળા સાથે 50541 પર પહોંચી ગયો છે.

શરૂઆતની મિનિટોમાં સેન્સેક્સ 950 પોઈન્ટ ઉછળ્યો

બજાર ખુલ્યાની ત્રણ મિનિટની અંદર BSEનો સેન્સેક્સ 970 પોઈન્ટ્સ અથવા 1.23 ટકા વધીને 79,729 પર તથા NSEનો નિફ્ટી 285.35 પોઈન્ટ્સ અથવા 1.19 ટકાના અદભૂત ઉછાળા સાથે 24,340 પર પહોંચી ગયો હતો. ભારતીય શેરબજારમાં આજે સવારે 9.15 વાગ્યે BSE સેન્સેક્સ 222.57 પોઈન્ટ અથવા 0.28 ટકાના ઉછાળા સાથે 78,981 પર ખુલ્યો હતો. જયારે NSEનો નિફ્ટી 134.25 પોઈન્ટ અથવા 0.56 ટકાના વધારા સાથે 24,189.85 પર ખુલ્યો હતો.

આ પણ વાંચો : Ola ઈલેક્ટ્રીક આઈપીઓના GMPમાં ઘટાડો, પૈસા લગાવવાનો આજે છેલ્લો દિવસ

નિફ્ટીના 50માંથી 48 શેરોમાં વધારો

નિફ્ટીના 50માંથી 48 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને ટાટા મોટર્સમાં સૌથી વધુ 3.58 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ONGCમાં 2.98 ટકા અને L&Tમાં 2.89 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. JSW સ્ટીલ અને મારુતિના શેરમાં 2.31 ટકાનો ઉછાળો છે.

સેન્સેક્સના 30માંથી 26 શેર વધ્યા

સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 26માં વધારો જોવા મળી રહ્યો છે અને માત્ર 4માં ઘટાડો છે. અહીં BELના શેર 3.41 ટકાના વધારા સાથે ટોપ ગેનર રહ્યા છે. ટાટા મોટર્સ 3.09 ટકાના વધારા સાથે ટ્રેડ થઇ રહ્યો છે. L&Tમાં 2.61 ટકા અને ONGCમાં 2.27 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. JSW સ્ટીલમાં પણ 2.15 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે મંગળવારે બજારની શરૂઆત પહેલા પ્રિ-ઓપનિંગમાં સેન્સેક્સ 127.22 પોઈન્ટ અથવા 0.16 ટકાના વધારા સાથે 78886.62 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. NSE નો નિફ્ટી 121.55 પોઈન્ટ અથવા 0.51 ટકાના વધારા સાથે 24177.15 ના સ્તર પર ટ્રેડ થયો હતો.

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓની તાલિબાની ક્રૂરતા, હોટલ પર હુમલો કરી 8 લોકોને જીવતા સળગાવી દીધા, અનેક ઘાયલ

Back to top button