ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

યુપીમાં ચોંકાવનારી ઘટના, પોલીસે જ કારમાં બંદૂક રાખી નિર્દોષ વ્યક્તિને જેલમાં ધકેલ્યો, ઘટના CCTVમાં કેદ

Text To Speech

બુલંદશહેર, 06 ઓગસ્ટ : આ દિવસોમાં ઉત્તર પ્રદેશ પોલીસે કંઈક એવું કર્યું જેની ચર્ચા હવે દરેક જગ્યાએ થઈ રહી છે. પોલીસકર્મીઓએ જ કારમાં બંદૂક રાખીને યુવકને જેલમાં મોકલ્યો હતો. પરંતુ સદનસીબે આ સમગ્ર ઘટના એક દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ કાર્યવાહીના કારણે બુલંદશહરની શિકારપુર પોલીસ ચર્ચામાં આવી હતી. શિકારપુર પોલીસના આ કૃત્યનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : Ola ઈલેક્ટ્રીક આઈપીઓના GMPમાં ઘટાડો, પૈસા લગાવવાનો આજે છેલ્લો દિવસ

4 પોલીસકર્મી સસ્પેન્ડ

આ મામલો વેગ પકડ્યા પછી, એસએસપીએ હાલમાં શિકારપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ, ચોકીના ઈન્ચાર્જ અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા છે અને કેસની તપાસ એસપી ક્રાઈમને સોંપવામાં આવી છે. તપાસ બાદ વિગતવાર રિપોર્ટ એસએસપીને સોંપવામાં આવશે. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અને ટાઉન આઉટપોસ્ટના ઈન્ચાર્જની હાજરીમાં પિસ્તોલ કારમાં રાખવામાં આવી હતી. પિસ્તોલ રાખી પોલીસે આ જ ગેરકાયદેસર પિસ્તોલ સાથે અમિત નામના યુવકને જેલમાં મોકલી આપ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ SSP શ્લોક કુમાર દ્વારા સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ પર અનેક સવાલો ઉઠ્યા

આ ઘટનાએ ફરી એકવાર પોલીસ પર વિશ્વાસ કેવી રીતે કરવો તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. લોકોના રક્ષણ માટે રહેલી પોલીસ નિર્દોષ લોકોને ગુનેગારોમાં કેવી રીતે ફેરવી શકે? બુલંદશહેરની શિકારપુર પોલીસે એક નિર્દોષ વ્યક્તિને યુનિફોર્મની આડમાં જેલના સળિયા પાછળ મોકલી દીધો. જ્યારે પોલીસનું કામ ગુનાખોરી રોકવાનું છે. પોલીસ જ આવા કામો કરશે ત્યારે પોલીસ પર કોણ વિશ્વાસ કરશે? આ ઘટનાને કારણે બુલંદશહર પોલીસ હાલ આવા અનેક સવાલોના ઘેરામાં છે.

આ પણ વાંચો : પેરા-એથ્લિટે અધિકારી પર લગાવ્યો છેડતીનો આરોપ, કારકિર્દી પ્રભાવિત થવાના ડરથી 5 મહિના સુધી ચૂપ રહી

Back to top button