ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા જાણો કયા આવશે ભારે વરસાદ
- પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં મધ્યમ વરસાદની આગાહી
- વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી
- ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે
ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે. તેમજ મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. હાલ રાજ્યમાં માત્ર એક જ વરસાદી સિસ્ટમ સક્રિય છે તેમાં હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે
પાટણ, મહેસાણા, અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી સાથે વડોદરા, નર્મદા, ભરૂચ, સુરતમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં મધ્યમ વરસાદની આગાહી છે. તથા રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. ઓફસોર ટ્રફ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. દેશ પર હાલ વરસાદી સિસ્ટમ બની છે અને તેની અસર હાલ દેશના અનેક રાજ્યોની સાથે સાથે ગુજરાત પર પણ થવાની શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.
હાલ રાજ્યમાં માત્ર એક જ વરસાદી સિસ્ટમ સક્રિય છે
હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં માત્ર એક જ વરસાદી સિસ્ટમ સક્રિય છે. બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સતત 20 કરતાં વધારે દિવસોથી વરસાદ વરસી રહ્યો છે.
શહેરના અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસવાની શરુઆત
શ્રાવણ માસના આરંભ સાથે જ સવારથી શહેરના અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસવાની શરુઆત થઈ હતી.રાત્રિના આઠ કલાક સુધીમાં પાલડી વિસ્તારમાં 16 મિલીમીટર, ઉસ્માનપુરામાં 11 તથા વાસણા વિસ્તારમાં 9 મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો હતો. બોડકદેવ વિસ્તારમાં 15 મિલીમીટર, સાયન્સ સીટી તથા ગોતા વિસ્તારમાં 9 મિલીમીટર જેટલો હળવો વરસાદ થયો હતો.જોધપુરમાં 22 મિલીમીટર તેમજ સરખેજમાં 16 તથા બોપલમાં 11 મિલીમીટર વરસાદ વરસી પડયો હતો. દાણાપીઠ તેમજ દૂધેશ્વર વિસ્તારમાં 13 મિલીમીટર વરસાદ થયો હતો. તેમજ મણિનગરમાં 12 તેમજ મેમ્કોમાં 11 મિલીમીટર વરસાદ વરસી પડયો છે.