બનાસકાંઠા : ડીસા સુદામા વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન પ્રસાદનું વિતરણ
બનાસકાંઠા 05 ઓગસ્ટ 2024 : શ્રાવણ મહિનામાં દાન અને પુણ્યનો વિશેષ મહિમા હોય છે ત્યારે ડીસા તાલુકાના ખરડોસણ ગામના શિક્ષક જીતુભાઈ વાઘેલાના પિતા સ્વ.નાગરભાઈ જગાભાઈ વાઘેલાની 8 મી પૂણ્ય-તિથિ નિમિત્તે ડીસા શહેરમાં આવેલ વૃધ્ધાશ્રમ સુદામાના વડીલોને પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારના દિવસે ભોજન (દેશી ગાયના શુદ્ધ ઘીની સુખડી , કેળા, દૂધ , લીલા નારિયળ , સફરજન , સવારનો નાસ્તો) ના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીતુભાઈ વાઘેલા સાથે ભુરાભાઈ પરમાર તેમજ પ્રગતિ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે અતિથિ વિશેષ શાંતાબા હોસ્પિટલના ડો. સિદ્ધરાજસિંહ દેલવાડીયા દ્વારા દરેક વડીલોને બ્લડ સુગર હેલ્થને લગતા તમામ ચેકઅપ તેમજ મેડિકલ ચેકઅપ કરીને દવાઓ આપવામાં આવી હતી.
જીતુભાઈ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે આજના યુગમાં સુખી સંપન્ન લોકો પોતાના મા બાપને આવી રીતે વૃદ્ધાશ્રમમાં મૂકે છે એ ખરેખર ના મુકવા જોઈએ. આજે ઘણા વૃદ્ધ માં બાપની પરિસ્થિતિ જોઈ દુઃખ લાગ્યું અને દીકરા દીકરીઓને પોતાના મા બાપની સેવા કરવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા : સામાન્ય વરસાદમાં મેદાનમાં પાણી ભરાતાં ડીસાની સરકારી કચેરીઓમાં જવા અરજદારો ને હાલાકી