ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

બાંગ્લાદેશના PM શેખ હસીનાએ હિંસા વચ્ચે ઢાકા છોડ્યું, હેલિકોપ્ટરમાં રવાના થયાઃ જૂઓ વીડિયો

Text To Speech

નવી દિલ્હી, 05 ઓગસ્ટ: પાડોશી દેશ બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યું છે. આ દરમિયાન એવા અહેવાલો છે કે, વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. આ દરમિયાન મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના હાઉસમાં ઘૂસી ગયા છે. બાંગ્લાદેશમાં થઈ રહેલા આ વિરોધ પ્રદર્શનોમાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા છે. અનામત મામલે શરૂ થયેલો વિરોધ હવે હિંસામાં ફેરવાઈ ગયો છે. રવિવારે થયેલી હિંસામાં 100થી વધુ લોકોના મૃત્યુ થયા છે. રસ્તાઓ પર હંગામો મચાવી રહેલા દેખાવકારોને હટાવવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો હતો. ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

શેખ હસીનાના પુત્રએ દેશના સુરક્ષા દળોને બળવોના સંભવિત પ્રયાસોને સફળ ન થવા દેવા વિનંતી કરી છે. આ દરમિયાન રાજધાની ઢાકા સહિત દેશભરમાં સેના તૈનાત કરવામાં આવી છે. આ પહેલા સત્તારૂઢ અવામી લીગ અને મુખ્ય વિપક્ષી પાર્ટી BNP વચ્ચે આર્મી હેડક્વાર્ટરમાં એક મોટી બેઠક યોજાઈ રહી છે.

પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના હાઉસમાં ઘૂસી ગયા

બાંગ્લાદેશમાં સતત બગડતી પરિસ્થિતિ વચ્ચે આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાન દેશને સંબોધિત કરી શકે છે. દેશવ્યાપી કર્ફ્યુની અવગણના કરીને, હજારો વિરોધીઓ લાંબા માર્ચ માટે ઢાકાના શાહબાગ ચોક પર એકઠા થયા હતા અને હવે પ્રદર્શનકારીઓ વડાપ્રધાન શેખ હસીનાના હાઉસમાં ઘૂસી ગયા છે

બાંગ્લાદેશની સ્થિતિ એવી જ બની રહી છે જે થોડા સમય પહેલા પાકિસ્તાનમાં હતી. પાકિસ્તાન જેવા આંતરિક કલહથી ઝઝૂમી રહેલા બાંગ્લાદેશમાં લોંગ માર્ચનું આહ્વાન કર્યું હતું. વિદ્યાર્થી નેતાઓએ વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે સવિનય અવજ્ઞા આંદોલનની જાહેરાત કરી હતી.

આ પણ જૂઓ: કોચિંગ સેન્ટરો ડેથ ચેમ્બર બની ગયા, બાળકોના જીવ સાથે રમી રહ્યા છે: SCની સખત ટિપ્પણી

Back to top button