ટ્રાવેલટ્રેન્ડિંગનેશનલ

ઓગસ્ટમાં રજાઓની ભરમાર! પરિવાર સાથે વેકેશન ગાળવા માટે 5 પરફેક્ટ ડેસ્ટિનેશન

HD ન્યૂઝ ડેસ્ક, 5 ઓગસ્ટ: જો તમે પણ પરિવાર કે મિત્રો સાથે ક્યાંક ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો ઓગસ્ટ મહિનો બેસ્ટ છે. આ વખતે ઓગસ્ટમાં ઘણા હોલીડે મળશે. જેમાં તમે મિની ટ્રીપ પર જઈ શકો છો. 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની રજા હશે અને તે પછી 17 અને 18મીએ શનિવાર-રવિવારની રજા છે અને 19મી ઓગસ્ટે રક્ષાબંધનની રજા હશે. 4 રજા તો આમ જ મળી જાય છે. તમારે ફક્ત વચ્ચે એક 16 ઓગસ્ટના રોજ રજા લેવી પડશે. આમ કરવાથી તમને કુલ 5 દિવસની રજા મળશે. જો તમે 14મી ઓગસ્ટની સાંજે પ્રવાસ માટે નીકળો છો, તો તમે 5 દિવસ માટે કોઈ સારી જગ્યાની મુલાકાત લઈ શકો છો. તમારા પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. આજે અમે તમને કેટલીક એવી જગ્યાઓ વિશે પણ જણાવીશું જ્યા તમે ફરવા જઈ શકો છો. ચાલો જાણીએ એ જગ્યાઓ વિશે….

સ્પીતિ વેલી

હિમાચલ પ્રદેશમાં આવેલી સ્પીતિ વેલી એક ખૂબ જ સુંદર સ્થળ છે. સુંદર હોવા સાથે આ જગ્યા ખૂબ જ શાંત પણ છે. અહીં તમને અનેક નાના-મોટા મઠ જોવા મળશે. આ સ્થળ તેની પ્રાચીન સંસ્કૃતિ માટે પણ ખૂબ પ્રખ્યાત છે.જો તમને એડવેન્ચર પસંદ હોય તો સ્પીતિ ટ્રેકિંગ માટે પણ ખૂબ જ સારી જગ્યા છે.

વેલી ઑફ ફ્લાવર્સ
ઉતરાખંડમાં આવેલો વેલી ઑફ ફ્લાવર્સ નેશનલપાર્ક ખૂબ જ સુંદર જગ્યા છે. જુલાઈથી સપ્ટેમ્બર સુધીના મહિનાઓ વેલી ઑફ ફ્લાવર્સની મુલાકાત લેવા માટે પરફેક્ટ માનવામાં આવે છે. આ સમય દરમિયાન ખીણની સુંદરતા એક અલગ જ સ્તર પર હોય છે. આ સ્થળને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળ્યો છે. આ ખીણમાં તમને અનેક પ્રકારના રંગબેરંગી ફૂલો જોવા મળશે.

શિલોંગ
મેઘાલયમાં આવેલું શિલોંગ ભારતની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે. આ વખતે તમે લોન્ગ વીકએન્ડ દરમિયાન શિલોંગ જવાનો પ્લાન બનાવી શકો છો. અહીંનું તાપમાન ઘણું સારું રહે છે અને આ જગ્યા એકદમ શાંત પણ છે. અહીં ફરીને તમને પ્રકૃતિની ખૂબ જ નજીક હોવાનો અહેસાસ થશે. અહીંના સુંદર ધોધ અને તળાવો તમને ખૂબ જ ગમશે.

ઉદયપુર
જો તમે નજીકમાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો તમે રાજસ્થાનના ઉદયપુર શહેરની પણ મુલાકાત લઈ શકો છો. ઉદયપુર શહેર તેના તળાવો અને ઐતિહાસિક સ્થળો માટે પ્રખ્યાત છે. આ ઉપરાંત અહીંનું ફૂડ પણ પ્રવાસીઓમાં ખૂબ જ પ્રખ્યાત છે. તેથી જો તમે ખાવાના શોખીન છો અથવા તમને ઇતિહાસમાં રસ છે તો ઉદયપુર તમારા માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે.

ખજ્જિયાર

ખજ્જિયાર લીલાછમ ઘાસના મેદાનો, ગાઢ જંગલો અને સુંદર તળાવ સાથેનું એક સુંદર હિલ સ્ટેશન છે.હિમાચલ પ્રદેશમાં ખજ્જિયારને ભારતનું નાનું સ્વિટ્ઝર્લેન્ડ કહેવામાં આવે છે. સુંદર હોવા ઉપરાંત આ જગ્યા ખૂબ જ શાંતિપૂર્ણ પણ છે. તેથી જો તમે તમારો વીકએન્ડ શાંત જગ્યાએ પસાર કરવા માંગતા હોવ તો તમને ખજ્જિયારથી વધુ સારી જગ્યા નહીં મળે. આ સ્થળ બેસ્ટ રોમેન્ટિક સ્થળોમાંથી એક છે.

આ પણ જૂઓ: દુનિયાના એ 6 શહેર જ્યાં મળશે સૌથી સસ્તી હોટલ, ભારતનું એક શહેર પણ સામેલ

Back to top button