ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગવર્નરોને જે ન કરવું જોઈએ તે કરે છે અને જે કરવું જોઈએ તે કરતા નથી: SC જજ

Text To Speech
  • ઘણા રાજ્યોમાં સરકારો અને રાજ્યપાલો વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે SCના જજ ભડક્યા 

નવી દિલ્હી, 05 ઓગસ્ટ: સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી.નાગરત્નાએ ઘણા રાજ્યોમાં સરકારો અને રાજ્યપાલો વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે ટિપ્પણી કરી છે. એક કોન્ફરન્સને સંબોધતા તેમણે કહ્યું હતું કે, “કેટલાક રાજ્યોમાં રાજ્યપાલો જે કામ કરવું જોઈએ તે કરતા નથી. પરંતુ તેઓ એવા કાર્યોમાં આગળ રહે છે જે તેમને ન કરવા જોઈએ. રાજ્યપાલોએ તટસ્થ રહેવું જોઈએ.” દુર્ગાબાઈ દેશમુખનો ઉલ્લેખ કરતાં જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે, તે કહેતા હતા કે ગવર્નરોની ભૂમિકા સંવાદિતાને પ્રોત્સાહન આપવાની હોવી જોઈએ અને તેઓ રાજકારણથી પર હોવા જોઈએ. દુર્ગાબાઈ દેશમુખ બંધારણ સભાના સભ્ય અને સ્વતંત્ર ભારતના પ્રથમ નાણામંત્રી ચિંતામણરાવ દેશમુખના પત્ની હતા.

સુપ્રીમ કોર્ટના જજ બી.વી.નાગરત્નાએ શું કહ્યું?

સુપ્રીમ કોર્ટના જજે કહ્યું કે, રાજ્યપાલો પાસેથી ચોક્કસ ફરજોની અપેક્ષા રાખી શકાય છે. તેમનું કાર્ય એવું હોવું જોઈએ કે, બે વિરોધી ધ્રુવો વચ્ચે પણ થોડું સંકલન થઈ શકે. રાજ્યપાલને રાજકારણથી ઉપર રાખવા તે જરૂરી છે. તેઓએ રાજકીય બાબતોથી દૂર રહેવું જોઈએ જેથી કરીને કોઈપણ પ્રકારનો વિવાદ ન થાય. પરંતુ કમનસીબી એ છે કે, આજના ભારતમાં રાજ્યપાલો એવાં કામ કરી રહ્યા છે જે તેમણે ન કરવા જોઈએ. પરંતુ તેઓ તે બાબતોમાં નિષ્ક્રિય દેખાય છે, જેની તેમની પાસેથી અપેક્ષા રાખવામાં આવી હોય.”

જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે, આપણે સંઘીય માળખાનું ધ્યાન રાખવું જોઈએ. આ સિવાય મૂળભૂત અધિકારો અને સિદ્ધાંતો પર પણ વાત થવી જોઈએ.  મહત્ત્વની વાત એ છે કે, રાજ્યો અને કેન્દ્ર બંને સમજે છે કે તેમની પાસે રાષ્ટ્રીય અને પ્રાદેશિક અપેક્ષાઓ પૂરી કરવાનો જનાદેશ છે. ન્યાયાધીશે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજ્યોના વિચારોને મહત્ત્વ આપવું જોઈએ અને તેમના અધિકારોને નબળા ન કરવા જોઈએ. આ તમામ બાબતોની વચ્ચે એક મહત્ત્વની બાબત બંધારણ છે. તે આપણને પ્રેરણા આપે છે અને દરેક પરિસ્થિતિનો ઉકેલ આપે છે. તે સતત આપણને લોકતાંત્રિક મૂલ્યોની યાદ અપાવે છે.

આ પણ જૂઓ: ટ્રાન્સજેન્ડર, ગે, સેક્સ વર્કરને રક્તદાન પર પ્રતિબંધ કેમ? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

Back to top button