અમદાવાદ : CM ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ICSI અમદાવાદ શાખાનો 51 મો સ્થાપના દિવસ ઉજવાયો
અમદાવાદ 04 ઓગસ્ટ 2024 : અમદાવાદ શહેરના ઇન્કમટેક્સ ખાતે આવેલા દિનેશ હોલ ખાતે આજે WIRC ના સહયોગથી ICSI અમદાવાદ શાખાનો 51 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં CM ભુપેન્દ્ર પટેલની સાથે ICSI ના રાષ્ટ્રીય પ્રમુખ CS B. નરસિમ્હા, વાઇસ પ્રમુખ CS ધનંજય શુક્લા, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, તથા એલિસ બ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહ સાથે અમદાવાદ શહેરના કંપની સેક્રેટરીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ક્યારે પીએમ ભુપેન્દ્ર પટેલે શું કહ્યું જાણીએ વિગતવાર!!
નેશનલ જીડીપીમાં ગુજરાત રાજ્યનો 25% ફાળો
અમદાવાદ શાખા ICSI પ્રમુખ યશ મહેતાએ ઉપસ્થિત લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે આવતું વર્ષ 2025 જાન્યુઆરીમાં WIRC નાં સહયોગથી ICSI દ્વારા અમદાવાદમાં યુગોત્સવનું આયોજન કરાશે જેમા દેશભરનાં CS નો અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અમદાવાદ આવશે. ત્યારે 51 વર્ષ પહેલાં ICSI નું અમદાવાદ ચેપ્ટર રૂપી શોડ વાવવામાં આવ્યું હતું. ત્યારે હવે તે વૃક્ષ બની ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે આશા છે કે આવતા વર્ષે જ્યારે ICSI સ્થાપના દિવસની ઉજવણી આશ્રમ રોડ ખાતે આવેલા ચીનુભાઈ ટાવરની બિલ્ડીંગની જગ્યાએ આપણી બનેલી ICSI પોતાની બિલ્ડિંગમાં કરવામાં આવશે. આપણા ભવિષ્યનાં વિઝનનાં પ્રસ્તાવને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિચાર કરીને સહયોગ આપશે. અત્યાર સુધી અમદાવાદ શાખાને ગુજરાત સરકાર દ્વારા ત્રણથી ચાર એવોર્ડ પણ મળી ચૂક્યા છે. ત્યારે નેશનલ જીડીપીમાં ગુજરાત રાજ્યનો 25% ફાળો છે જે બીજા બધા દેશના તમામ રાજ્યો કરતા વધુ છે. જેમાં ICSI ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.
The Institute of Company Secretaries of Indiaના 51મા ફાઉન્ડેશન ડે નિમિત્તે અમદાવાદ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિતિ. https://t.co/eKNQgQFfyW
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 4, 2024
આપણે લાંબુ લેક્ચર લેવા વાળા નથી: CM
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કંપની સેક્રેટરીનાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા રમુજી સ્ટાઇલમાં કહ્યું આપણે કોઈ લેક્ચર અડધી પોણી કલાક જેટલો સમય લઇ લેક્ચર લેવા વાળા નથી, લાંબુ બોલવું એ આપણું કામ નથી નહિતર સાંભળવા વાળા વિદ્યાર્થીઓ પણ થાકી જશે ટૂંકમાં કહું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા દેશના અર્થતંત્રને ત્રીજા સ્થાન પર લઈ જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે ક્યારે તેમાં સૌથી વધારે કોઈ ફાળો આપે તો તે અહીંયા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને લોકો આપી શકે, જ્યારે ટેક્સ ભરવાની વાત આવે ત્યારે અહીંયા હાજર રહેલા વ્યક્તિઓ થકી ટેક્સ ભરાઈ દેશની જીડીપીમાં વધારો થશે. જ્યારે વડાપ્રધાનનાં કહ્યાં મુજબ કે હું ત્રીજી વખત પ્રધાનમંત્રી બનું ત્યારે દેશની જીડીપીને ત્રીજા સ્થાને લઈ જવું એ મારું લક્ષ્ય છે.
દેશની 500 મોટી કંપનીઓમાંથી 100 ગુજરાતમાં
બજેટને લઈને સીએમ ભુપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે સાડા ત્રણ હજાર કરોડનું બજેટ આ વખતે દેશમાં મહત્વનું યોગદાન આપશે. ગયા મહિનાની GST ની વાત કરું તો 8.81 લાખ કરોડ રૂપિયા માત્ર એક મહિનાની ટેક્સની આવક થઈ છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ ત્યારે આજે વાઇબ્રન્ટને કારણે દેશની 500 મોટી કંપનીઓમાં 100 કંપની આપણા ગુજરાતમાં છે. જેને વાઇબ્રન્ટનો સૌથી મોટો ફાયદો ગુજરાતને મળ્યો હોય તેવું કહી શકાય, ત્યારે ગ્લોબલ પ્રોડક્ટસ વિશે વાત કરતા તેમણે કહ્યું કે મેક ઇન ઇન્ડિયા તો છે પણ મેડ ઈન ઇન્ડિયા પણ એટલું જ જરૂરી છે. એટલે આપણે ગુજરાતની ગુણવત્તા પર વધારે ધ્યાન આપવું પડશે. સાથે સાથે આપણે મેક ઇન ઇન્ડિયાની સાથે મેડ ઇન ગુજરાતની દિશામાં પણ આગળ વધવું છે. જેમાં આપ સૌના સહયોગની આશા રાખું છું
આ પણ વાંચો : ડાંગના યુવાને શરૂ કરી પ્રાકૃતિક ખેતી, ત્રણ વર્ષમાં આવક 700 ટકા પાર