ગુજરાતટ્રેન્ડિંગ

સુરતમાં રોગચાળો ફેલાયો, ઝાડા,ઉલટીના પગલે 6 મહિનાના બાળક સહિત 3ના અત્યાર સુધી મૃત્યુ

Text To Speech
  • શહેરમાં રોગચાળો વકર્યો છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા
  • સિવિલ હોસ્પિટલમાં રોજની 150થી વધારે ઓપીડી નોંધાઈ રહી છે
  • પાંડેસરામાં રહેતા બાળકનું સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું

સુરતમાં રોગચાળો ફેલાયો, ઝાડા,ઉલટીના પગલે 6 મહિનાના બાળક સહિત 3ના અત્યાર સુધી મૃત્યુ થયા છે. સુરતમાં ઝાડા, ઉલટી સહિતના રોગચાળામાં વધારો થયો છે. તેમાં પાંડેસરાના બાળકનું સારવાર દરમિયાન મોત થયુ છે. હજીરામાં 26 વર્ષના યુવકનું તાવ બાદ મોત થયુ છે. જેમાં શહેરમાં રોગચાળો વકર્યો છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

આ પણ વાંચો: અમદાવાદ: લાંચ લેતા ઝડપાયેલા હર્ષદ ભોજકના સેન્ટ્રલ બેંકના લોકરમાંથી 30 લાખના સોનાના બિસ્કિટ મળ્યા

સિવિલ હોસ્પિટલમાં રોજની 150થી વધારે ઓપીડી નોંધાઈ રહી છે

ઝાડા,ઉલટીના પગલે 6 મહિનાના બાળક સહીત ત્રણના અત્યાર સુધી મોત થયા છે. પાંડેસરામાં રહેતા બાળકનું સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું છે. હજીરામાં 26 વર્ષય યુવકનું તાવ આવ્યા બાદ મોત,ભેસ્તાનમાં 40 વર્ષીય પુરુષનું ઝાડા ઉલટી બાદ મોત થતા તંત્ર દોડતું થયું છે. ઠેર ઠેર ગંદા પાણી અને કાદવની સ્થિતિના કારણે રોગચાળાએ માથુ ઉચકયું છે. પાણીમાં મચ્છરનો ભરાવનો થવાના કારણે રોગચાળો વધ્યો છે, મહત્વનું છે કે શહેરના સ્થાનિકોએ તંત્ર સામે આક્ષેપ કર્યો છે કે,વરસાદી પાણી ઓસરી ગયા છે પરંતુ ખાડા પડવાના કારણે તેમાં પાણીનો ભરાવો થાય છે અને તેના કારણે રોગચાળો વધી રહ્યો છે. હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં રોજની 150થી વધારે ઓપીડી નોંધાઈ રહી છે.

રોગચાળાથી બચવા ઘરમાં તેમજ ફળિયામાં સફાઇ રાખવી જોઈએ

જયારે પણ રોગચાળો ફેલાય અથવા ફેલાવાની શકયતાઓ લાગે ત્યારે રોગચાળાથી બચવા ઘરમાં તેમજ ફળિયામાં સફાઇ રાખવી જોઈએ, ચોખ્ખું પાણી પીવું જોઈએ સાથે સાથે તમને તાવ અને પેટના દુખાવાની સમસ્યા હોય તો ગરમ પાણી પીવું જોઈએ જેના કારણે શરીરનો કચરો શરીરમાંથી દૂર થાય. સામાન્ય રીતે વરસાદ બાદ 14થી 20 દિવસ બાદ ડેન્ગ્યુ રોગનો ફેલાવો ચાલુ થાય છે. આથી ડેન્ગ્યુ રોગ નિયંત્રણ માટે લોકોએ જાગૃત રહી ઘરની સાફસફાઈ કરવી જરૂરી છે. મનપા તંત્ર દ્વારા જૂન માસથી રહેણાંક-કોમર્શિયલ મિલકતોમાં મચ્છરની ઉત્પત્તિ અટકાવવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Back to top button