‘મને ભગવાન રામ કરતાં રાવણ વધુ ગમે છે’, રાજામૌલીના આ સનસનાટીભર્યા નિવેદનથી ચાહકો થયા આશ્ચર્યચકિત
HD ન્યૂઝ ડેસ્ક, 3 ઓગષ્ટ : આજે, જ્યારે આપણે વિશ્વના શ્રેષ્ઠ નિર્દેશકોની વાત કરીએ છીએ, તો તેમાં એક નામ ચોક્કસપણે સામેલ છે અને તે છે એસએસ રાજામૌલી. ડિરેક્ટર એસએસ રાજામૌલીને આજે કોઈ પરિચયની જરૂર નથી. તેમણે પોતાની ફિલ્મો દ્વારા સતત દર્શકોનું મનોરંજન કર્યું છે. તાજેતરમાં, તેમના પર બનેલી નેટફ્લિક્સ ડોક્યુમેન્ટ્રી ‘મોર્ડન માસ્ટર્સ’ રિલીઝ કરવામાં આવી હતી, જેને દર્શકોનો હકારાત્મક પ્રતિસાદ પણ મળી રહ્યો છે. જો કે આ બધાની વચ્ચે ડાયરેક્ટરનું એક નિવેદન ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, જેને સાંભળીને તેના ફેન્સ દંગ રહી ગયા છે.
રાજામૌલીના આ નિવેદનથી આશ્ચર્ય થયું
તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં રાજામૌલીએ કહ્યું હતું કે, “જ્યારે આપણે બધા નાના હતા ત્યારે પુસ્તકોમાં વાંચ્યું હતું કે પાંડવો સારા હતા અને કૌરવો ખરાબ હતા. તેવી જ રીતે, પુસ્તકોમાં ભગવાન રામને સારા અને રાવણને ખરાબ ગણાવ્યા હતા. જો કે, તમે મોટા થાઓ અને તેના વિશે વધુ વાંચ્યું તો તે બધું વિરુદ્ધ હોવાનું બહાર આવ્યું છે.”
રાવણને તેમનું પ્રિય પાત્ર
રાજામૌલીએ વધુમાં કહ્યું, “મને લાગે છે કે મને ભગવાન રામ કરતાં રાવણ વધુ ગમે છે. મને વિલન ખૂબ જ શક્તિશાળી હોય તે ગમે છે. મને રાવણનું પાત્ર ખૂબ ગમ્યું. મને લાગે છે કે વિલન એવો હોવો જોઈએ જેને હરાવવા ખૂબ જ મુશ્કેલ હોય.” જો કે, આ નિવેદન સાંભળીને રાજામૌલીના ચાહકો ખૂબ જ આશ્ચર્યમાં છે અને ઘણા લોકો તેમના નિવેદનનો વિરોધ પણ કરી રહ્યા છે.
ચાહકોને ‘મોડર્ન માસ્ટર્સ’ પસંદ આવી
નેટફ્લિક્સની ડોક્યુમેન્ટ્રી ‘મોર્ડન માસ્ટર્સ’ સ્ક્રીન પર એસએસ રાજામૌલીના જીવનને જીવંત રીતે બતાવે છે. તે ટીવી શો ડિરેક્ટર બનવાથી લઈને વૈશ્વિક સ્તરે પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક બનવા સુધીની તેમની સફર દર્શાવે છે. ડોક્યુમેન્ટ્રીમાં પ્રભાસ, રામ ચરણ, જુનિયર એનટીઆર અને રાણા દગ્ગુબાતી જેવા ઘણા સ્ટાર્સ તેમના વિશે વાત કરતા જોવા મળે છે. રાજામૌલીની આ સિરીઝ ચાહકોને ઘણી પસંદ આવી છે.
આ પણ જૂઓ: ‘મને શું જોઈ રહ્યો છે’ ફરી એકવાર કેપ્ટન રોહિત શર્મા મેદાન પર અનોખા અંદાજમાં, જુઓ વીડિયો