ટ્રેન્ડિંગનેશનલબિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

Samsungએ 50MP કેમેરાવાળો સસ્તો સ્માર્ટફોન લોન્ચ કર્યો, કિંમત 10 હજારથી પણ ઓછી

Text To Speech
  • કંપનીએ આ ફોનને બે અનોખા રંગોમાં લોન્ચ કર્યો, જે ફુલ HD+ ડિસ્પ્લે અને 90Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે 

નવી દિલ્હી, 03 ઓગસ્ટ: Samsungએ પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ આજે શુક્રવારે પોતાનો એફોર્ડેબલ સ્માર્ટફોન Samsung Galaxy F14 લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન ફુલ HD+ ડિસ્પ્લે અને 90Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે. કંપનીએ આ ફોનને બે અનોખા રંગોમાં લોન્ચ કર્યો છે. આ નવા સ્માર્ટફોન Galaxy F14માં શક્તિશાળી ફીચર્સ આવે છે. આ ફોનમાં 50MP મેઇન લેન્સ સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. ફોનને પાવર આપવા માટે, 5000mAh બેટરી આપવામાં આવી છે, જે 25W ચાર્જિંગને સપોર્ટ કરે છે.

 

Samsung Galaxy F14ની શું છે કિંમત?

Samsungએ આ સ્માર્ટફોનને માત્ર એક કન્ફિગરેશનમાં લોન્ચ કર્યો છે. જેમાં 4GB રેમ + 64GB સ્ટોરેજ આવે છે. આ વેરિઅન્ટની કિંમત 8,999 રૂપિયા છે.  આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ અને સેમસંગની ઓફિશિયલ વેબસાઇટ પરથી ખરીદી શકો છે. આ ફોન ઑફલાઇન પણ ઉપલબ્ધ થશે.

શું છે ફીચર્સ?

Samsung Galaxy F14માં 6.7-inch IPS LCD ફુલ HD+ ડિસ્પ્લે છે. સ્ક્રીન 90Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 680 પ્રોસેસર રહેલું છે. હેન્ડસેટ Android 14 પર આધારિત OneUI 6.1 પર કામ કરે છે.

ફોનને માત્ર એક જ કન્ફિગરેશન, 4GB RAM + 64GB સ્ટોરેજમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં 50MP મુખ્ય લેન્સ સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. તેમાં 2MP ડેપ્થ સેન્સર અને 2MP માઇક્રો લેન્સ છે. કંપનીએ ફ્રન્ટમાં 13MP સેલ્ફી કેમેરા આપ્યો છે. ફોનને પાવર આપવા માટે, 5000mAh બેટરી આપવામાં આવી છે, જે 25W ચાર્જિંગને સપોર્ટ કરે છે.

આ મહત્ત્વપૂર્ણ બાબત વિશે ધ્યાન રાખો 

મહત્ત્વપૂર્ણ છે કે, આ ફોન 4G LTE સપોર્ટ સાથે આવે છે. જેમાં તમને 5G કનેક્ટિવિટી નહીં મળે. ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. જેમાં બ્લૂટૂથ 5.1 અને GPS જેવા ફીચર્સ ઉપલબ્ધ છે. આ ફોન Galaxy F14 5Gનું સસ્તું અને 4G વેરિઅન્ટ છે. આ સ્માર્ટફોન મૂનલાઇટ સિલ્વર અને પેપરમિન્ટ ગ્રીન કલરમાં આવે છે.

આ પણ જૂઓ: 50MP ફ્રન્ટ કૅમેરા સાથેનો Nothing Phone 2a Plus થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Back to top button