IAS અધિકારી દ્વારા જજને ધમકાવવામાં આવ્યા, HCએ કરી લાલ આંખ, જાણો હવે શું થશે?
- ન્યાયાધીશે વળતરના કેસમાં તેમની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો અને તેમનો પગાર રોકવાનો પણ આદેશ કર્યો હતો
શ્રીનગર, 03 ઓગસ્ટ: જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટે એક IAS અધિકારીને ફોજદારી અવમાનના કેસમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. આ અધિકારી ગંદરબલમાં ડેપ્યુટી કમિશનરના ચાર્જ પર તૈનાત છે. IAS ઓફિસર શ્યામબીર પર આરોપ છે કે, તેમણે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફયાઝ અહેમદ કુરેશીના આદેશ બાદ તેમની પાસે બદલો લેવાનો પ્રયાસ અને વ્યક્તિગત રીતે હુમલો પણ કર્યો. ન્યાયાધીશે વળતરના કેસમાં તેમની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. કોર્ટે તેમનો પગાર રોકવાનો પણ આદેશ કર્યો હતો. જ્યારે ગંદરબલમાં નીચલી અદાલતના ન્યાયાધીશે IAS અધિકારી શ્યામબીર વિરુદ્ધના કેસમાં ચુકાદો સંભળાવ્યો. ત્યારે આરોપ મુજબ, IAS અધિકારીએ જજ સામે જ કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું.
નીચલી કોર્ટે આખરે હાઇકોર્ટને કેસ સોંપ્યો
હાઈકોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે. જો અધિકારીઓ સમન્સ મળ્યા બાદ પણ કોર્ટમાં હાજર ન થાય તો કોર્ટને તેમની હાજરી સુનિશ્ચિત કરવા માટે જરૂરી કાર્યવાહી કરવાની ફરજ પડશે. હાઈકોર્ટે વરિષ્ઠ વકીલ આર.એ. જૈનને પણ મિત્ર તરીકે મદદ કરવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને સબ જજે અધિકારી વિરુદ્ધ જજ પર વ્યક્તિગત હુમલો કરવાના મામલામાં તિરસ્કારની કાર્યવાહી શરૂ કરી હતી.
23મી જુલાઈના આદેશમાં જસ્ટિસ કુરેશીએ કહ્યું હતું કે, સબ-જજને બદનામ કરવાની ધમકી આપવામાં આવી અને તેમના પર વ્યક્તિગત હુમલો કરવામાં આવ્યો. ડેપ્યુટી કમિશ્નરે સત્તાવાર મશીનરીનો દુરુપયોગ કર્યો છે. કોર્ટે કહ્યું કે, ડેપ્યુટી કમિશ્નરે ન્યાયાધીશને તેની કાયદેસરની સંપત્તિ વિશે ધમકી આપી અને ત્રણ વખત પટવારીને મોકલ્યા. પ્રોપર્ટીના કેરટેકરને કહેવામાં આવ્યું હતું કે, DCએ આ જમીનનું સીમાંકન કરવાનો આદેશ આપ્યો છે.
આ પણ જૂઓ: ટ્રાન્સજેન્ડર, ગે, સેક્સ વર્કરને રક્તદાન પર પ્રતિબંધ કેમ? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ