ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લેફ્ટનન્ટ VPS કૌશિક બન્યા ભારતીય સેનાના એડજ્યુટન્ટ જનરલ, જાણો કોણ છે

  • VPS કૌશિક ત્રિશક્તિ કોર્પ્સમાં જનરલ ઓફિસર કમાન્ડિંગ તરીકે ફરજ બજાવતા હતા

નવી દિલ્હી, 3 ઓગસ્ટ: લેફ્ટનન્ટ જનરલ VPS કૌશિકે ભારતીય સેનાના એડજ્યુટન્ટ જનરલનો ચાર્જ સંભાળ્યો છે. શુક્રવારે મહત્ત્વની જવાબદારી સંભાળતા પહેલા, VPS કૌશિક ત્રિશક્તિ કોર્પ્સમાં જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) તરીકે ફરજ બજાવતા હતા. એડિશનલ ડિરેક્ટોરેટ જનરલ ઓફ પબ્લિક ઇન્ફોર્મેશનએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “લેફ્ટનન્ટ જનરલ VPS કૌશિકે આજે ભારતીય સેનાના એડજ્યુટન્ટ જનરલનો ચાર્જ સંભાળ્યો છે. આ મહત્ત્વપૂર્ણ પદ સંભાળતા પહેલા, તેઓ ત્રિશક્તિ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ તરીકે સેવા આપી રહ્યા હતા.”

 

અન્ય લેફ્ટનન્ટ જનરલે પણ અગત્યની જવાબદારી સંભાળી 

લેફ્ટનન્ટ જનરલ વિનોદ નામ્બિયારે આર્મી પણ એવિએશનના ડાયરેક્ટર જનરલ અને કર્નલ કમાન્ડન્ટ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. ટ્વિટર પર એક પોસ્ટમાં, જાહેર માહિતીના અધિક મહાનિર્દેશાલયે લખ્યું કે, “લેફ્ટનન્ટ જનરલ વિનોદ નામ્બિયારે આર્મી એવિએશનના ડાયરેક્ટર જનરલ અને કર્નલ કમાન્ડન્ટ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળ્યા પછી, તેમણે નેશનલ વોર મેમોરિયલ NWM ખાતે બહાદુરોને શ્રદ્ધાંજલિ આપી અને આર્મી એવિએશનના અધિકારીઓને શ્રદ્ધાંજલિ અર્પી તમામ રેન્કને સમાન જોશ અને ઉત્સાહ સાથે રાષ્ટ્રની સેવા કરવાનું ચાલુ રાખવા માટે પ્રેરણા આપી.

 

BSFના DG અને SDGને હોમ કેડરમાં મોકલવામાં આવ્યા 

કેન્દ્રએ શુક્રવારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના ડાયરેક્ટર જનરલ (ડીજી) નીતિન અગ્રવાલ અને તેમના ડેપ્યુટી સ્પેશિયલ ડીજી (પશ્ચિમ) વાય બી ખુરાનિયાને તાત્કાલિક અસરથી તેમના મૂળ રાજ્ય કેડરમાં પાછા મોકલ્યા છે. સરકારી આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. અગ્રવાલ 1989 બેચના કેરળ કેડરના અધિકારી છે, જ્યારે ખુરાનિયા 1990 બેચના ઓડિશા કેડરના અધિકારી છે. કેબિનેટની નિમણૂક સમિતિ (એસીસી)એ અલગ-અલગ આદેશોમાં જણાવ્યું હતું કે, તેઓને “તાત્કાલિક અસરથી અને વિલંબ કર્યા વિના” પાછા મોકલવામાં આવી રહ્યા છે. BSF, લગભગ 2.65 લાખ કર્મચારીઓ સાથેનું એક સુરક્ષા દળ, પશ્ચિમમાં પાકિસ્તાન અને પૂર્વમાં બાંગ્લાદેશ સાથેની ભારતની સરહદોની સુરક્ષા માટે જવાબદાર છે.

આ પણ જૂઓ: ઈઝરાયેલમાં ભારતીય નાગરિકો માટે જાહેર થઈ એડવાયઝરી, જાણો શું છે ?

Back to top button