ગુજરાતટોપ ન્યૂઝહેલ્થ

સાંસદ ગેનીબેન ઠાકોર અને પરષોત્તમ રૂપાલા બન્યા AIIMSના સદસ્ય

Text To Speech
  • કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે કરી નિમણુંક

રાજકોટ, 2 ઓગસ્ટ : ગુજરાતની પ્રથમ રાજકોટ AIIMS ખાતે કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા સાંસદ ગેનીબેન ઠાકોર અને પરષોત્તમ રૂપાલાની સદસ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે. ગેનીબેનના સદસ્ય બનવાથી હવે ઉત્તર ગુજરાતના લોકોને પણ આરોગ્ય ક્ષેત્રે રાજકોટ આવી ઉત્તમ સુવિધાઓ મેળવવામાં અનુકૂળતા રહેવાની છે. આ ઉપરાંત પરષોત્તમ રૂપાલા પણ રાજકોટથી આ ટર્મમાં સાંસદ બનતા તેમની પણ નિયુક્તિ કરવામાં આવી છે.

ગેનીબેન ગુજરાતમાં કોંગ્રેસના એકમાત્ર સાંસદ

ઉલ્લેખનીય છે કે, ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ બન્યા છે. આ વખતે લોકસભાની 2024ની ચૂંટણીમાં તેઓએ ભાજપના ઉમેદવારને નજીવા માર્જિનથી હરાવી જીત મેળવી હતી. તેઓ કોંગ્રેસના ગુજરાતમાંથી એકમાત્ર સાંસદ છે. AIIMS માં તેમના સદસ્ય બનવાના લીધે ઉત્તર ગુજરાતના લોકોને આરોગ્ય સેવા ઉપલબ્ધ બનશે.

Back to top button