કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે સ્કેટ બોર્ડનો ઉપયોગ આ રીતે પણ કરી શકાય, જૂઓ વીડિયો
- સોશિયલ મીડિયા પર હાલમાં એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે પણ ચોંકી જશો. વીડિયોમાં મહિલા ભારે વજનને લઈ જવા માટે સ્કેટ બોર્ડનો ઉપયોગ કરતી જોવા મળે છે
HD ન્યૂઝ ડેસ્ક, 02 ઓગસ્ટ: દુનિયામાં એકથી એક ચડિયાતા લોકો જોવા મળે જ છે. મોકો મળતાં જ તેઓ પોતાના મગજનો ઉપયોગ કરીને એવી-એવી યુક્તિઓ શોધી કાઢે છે કે જેને જોયા પછી સારા સારા હોશિયાર લોકો ચક્કિત થઈ જાય છે. તમારામાંથી જે લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ છે તેમણે જુગાડના વાયરલ વીડિયો જોયા જ હશે. સોશિયલ મીડિયા પર એકથી વધુ વીડિયો વાયરલ થઈ રહ્યા છે અને તેમાં અદભૂત ટ્રિક્સ જોવા મળી રહી છે. અત્યારે સોશિયલ મીડિયા પર એક નવો જુગાડ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે કદાચ તમને કોઈ દિવસ ઉપયોગી થઈ શકે. તો ચાલો તમને જણાવીએ કે વાયરલ વીડિયોમાં શું જોવા મળે છે.
વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું?
તમે બધાએ ક્યારેક તો સ્કેટ બોર્ડ જોયું જ હશે જેનો ઉપયોગ રમતગમત માટે થાય છે. યુવાનો રાઇડ કરે છે, ફરે છે અને કેટલાક સ્કેટબોર્ડ પર સ્ટંટ પણ કરે છે. પરંતુ શું તમે ક્યારેય આ જ સ્કેટબોર્ડનો ઉપયોગ વજન ઉપાડવા માટે કર્યો છે? હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. વાસ્તવમાં, મહિલાએ ભારે બોરીને સ્કેટ બોર્ડ પર મૂકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી લઈ જઈ રહી છે. અને આ જ કારણ છે કે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અહીં જૂઓ વાયરલ વીડિયો:
View this post on Instagram
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર altu.faltu નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અનેક લોકોએ જોયો છે અને અનેક લોકોએ તેને પસંદ કર્યો છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- હેકર છે ભાઈ હેકર છે. અન્ય એક યુઝરે લખ્યું- સ્કેટ બોર્ડ કદાચ કહી રહ્યું હશે કે મારી શક્તિઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. ત્રીજા યુઝરે લખ્યું – સ્કેટિંગ બોર્ડનો અસલી ઉપયોગ. એક યુઝરે લખ્યું – તે મહિલા છે, તે કંઈપણ કરી શકે.
આ પણ વાંચો: ભારે વરસાદ વચ્ચે પડ્યું હોર્ડિંગ: ઓટો ડ્રાઈવરે ભાગીને બચાવ્યો જીવ, જૂઓ વીડિયો