ટ્રેન્ડિંગનેશનલવિશેષ

સંતાનોને મોબાઈલ – ટીવીનો વપરાશ કરવાની ના પાડનાર આ માતા-પિતાને જેલ થશે?

ઈન્દોર, 2 ઓગસ્ટ, સંતાનોને ભણવા વાંચવા કરાતા ટીવી જોવું અને મોબાઈલ જોવો વધુ પસંદ હોય છે, જેને કારણે માતા પિતા તેમને ઠપકો આપતા હોય છે. પરંતુ ઈન્દોરમાં આવો જ એક અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યારે માતાપિતાએ તેમનાં બાળકોને ટીવી જોવા અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા અટકાવ્યા ત્યારે તેમની 21 વર્ષની પુત્રી અને 8 વર્ષનો પુત્ર પોલીસ સ્ટેશન પહોંચ્યાં. બંનેએ માતા-પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. માનવામાં નહિ આવે પરંતુ આ હકીકત છે, પોલીસે કોર્ટમાં ચલણનો કેસ પણ દાખલ કર્યો હતો. અને આમાં માતા-પિતાને 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે .

ઈન્દોરના ચંદન નગર વિસ્તારમાં રહેતા બે બાળકોએ તેમના માતા-પિતાએ મોબાઈલ ટીવીની જોવાની ના પડતાં એટલા નારાજ થઈ ગયા કે તેઓ પોલીસ સ્ટેશન પહોંચી ગયાં હતાં. બાળકોએ કહ્યું કે તેમના માતા-પિતા તેમને ટીવી અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા અટકાવે છે. 21 વર્ષની યુવતી અને તેના આઠ વર્ષના ભાઈની ફરિયાદ પર તેમના માતા-પિતા વિરુદ્ધ ચંદન નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. મામલો 25 ઓક્ટોબર 2021નો છે.

ભાઈ અને બહેને કયા કયા આરોપ લગાવ્યા ?
સાત વર્ષ સુધીની સજા થઈ શકે તેવી કલમો પણ લગાવવામાં આવી હતી. એફઆઈઆરમાં ભાઈ અને બહેને આરોપ લગાવ્યો હતો કે તેમના માતા-પિતા તેમને ખાવાનું આપતા નથી, ટીવી જોવા દેતા નથી અને જ્યારે પણ તેઓ વાત કરે છે ત્યારે લાકડીઓ વડે માર મારીને તેમની સાથે દુર્વ્યવહાર કરે છે. પોલીસે પરિવાર વિરુદ્ધ જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. એફઆઈઆરમાં દંપતી પર તેમના આઠ વર્ષના પુત્રને ઘરના અંધારા રૂમમાં બંધ કરવાનો પણ આરોપ છે, જેના કારણે તે ખૂબ જ ડરી ગયો છે. દંપતી દ્વારા કથિત ઉત્પીડનને કારણે, તે જૂન 2021 માં તેના ઘરેથી ભાગી ગયો હતો અને તેની કાકી સાથે રહેવા આવ્યો હતો.

આ ફરિયાદ પછી બાળકો ફોઈને ત્યાં રહી રહે છે. માતા પિતાએ ચલાન પણ રજૂ કરી દીધું છે. તે પછી માતા પિતાએ હાઈકોર્ટે માં પડકાર આપી. તેમણે કહ્યું કે વધારે મોબાઈલ ચલાવવા અને ટીવી જોવા પર બાળકોને ઠપકો આપવા સામાન્ય વાત છે. દંપતીના વકીલ ધર્મેન્દ્ર ચૌધરીએ ગુરુવારે જણાવ્યું હતું કે પોલીસે આ કેસમાં પક્ષકારો વિરુદ્ધ જિલ્લા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી છે અને કેસની સુનાવણી શરૂ થઈ ગઈ છે. જો કે, એક દંપતીને રાહત આપતા મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે નીચલી કોર્ટમાં સુનાવણી પર રોક લગાવી દીધી હતી. આગામી સુનાવણીની તારીખ 9 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો..પત્નીએ હોટસ્પોટ ચાલુ કરવાની પાડી ના, તો પતિએ ગુસ્સામાં કુહાડી ઝીંકી દીધી

Back to top button