અમદાવાદ, 02 ઓગસ્ટ 2024, સાણંદ તાલુકાનાં લીલાપુરથી હીરાપુર ગામ તરફ જતા સ્કોર્પિયો ચાલક પાસેથી ત્રણ ઈસમોએ લિફ્ટ માંગી ઝપાઝપી કરી નશાકારક ઇન્જેક્શન આપી લૂંટ કરી કાર ચાલકને અવાવરૂ જગ્યાએ કાર સાથે બાંધી ફરાર થઈ ચૂકેલા 3 ઇસમોની અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ધરપકડ કરી સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશનને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યા છે. ત્યારે આ બનાવ કેવી રીતે બન્યો હતો જેની જાણકારી અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટે પત્રકારોને સંબોધન કરીને જણાવી હતી.
યુવરાજસિંહની લિફ્ટ આપવા બહાને લૂંટને અંજામ આપ્યો
અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં મળેલી ફરિયાદ મુજબ ગઇ તા.૨૮/૦૭ નાં રોજ ફરીયાદી યુવરાજસિંહ મહેશભાઇ સોલંકીને લીલાપુર વાળા તેમની સ્કોરપીઓ ગાડી લઇને લીલાપુરથી હીરાપુર ગામ તરફ જવા નીકળેલા હતાં જે સમયગાળા દરમિયાન ત્રણ અજાણ્યા આરોપીઓએ ભેગા મળી લીલાપુર ગામથી પરબડી જતા રોડની વચ્ચે યુવરાજસિંહ સોલંકીની ગાડી ઉભી રખાવી લીફટ માંગી હતી. જે બાદ ત્રણેય આરોપીઓએ ગાડીમાં બેસી જતા અપહરણ કરી યુવરાજસિંહ સાથે જપાજપી કરી ફરીને બેહોશ કરી લૂંટને અંજામ આપવા માટે નશાકારક ઇન્જેકશન આપી હાથપગ તેમજ આંખે લુંગી બાંધી દઇ લીલાપુરથી નળસરોવર રોડ ઉપર અલગ અલગ જગ્યાઓએ ગાડી લઇ જઇ રોકડ રૂપિયા-૫૦,૦૦૦/-ની લૂંટ કરી કરી હતી. સ્કોરપીઓ ગાડીની ચાવી લઇ જઇ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીને સ્કોરપીઓ ગાડી માંજ બાંધી દઈ અણીયાળી ગામ પાસે છોડી દઇ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
3,85,000 નો મુદ્દા માલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી
આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે ગુનાનો મુખ્ય આરોપી ભરત ચુડાસમા પીડિત યુવરાજસિંહ સોલંકીનાં ગામનો જ હતો. અને તે પીડિતના પિતા UGVCL માં કોન્ટ્રાકટર તરીકે કામ કરતા હતા અને તેમની આર્થિક પરિસ્થિતિ સારી હોવાની જાણકારી ધરાવતો હતો. જેના કારણે અન્ય બે આરોપીઓ જેઓ મૂળ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના વતની હોવાથી હાલ સાણંદ તાલુકામાં ત્રણેય આરોપીઓ વસવાટ કરતા હતા. જેનો મુખ્ય હેતુ યુવરાજસિંહ સોલંકીની અપહરણ કરી 20 લાખ રૂપિયા સુધી ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો. ત્રણે આરોપીઓનું 20 લાખ રૂપિયા સુધીની ખંડણી માંગવાનો પ્લાન નિષ્ફળ કરીને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી સ્વિફ્ટ ગાડી, રોકડા અને મોબાઈલ ફોન મળીને 3,85,000 નો મુદ્દા માલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃઅમદાવાદની હોટેલમાં રશિયન યુવતીનો તમાશો, CID ક્રાઇમની ટીમને લાતો મારી, જુઓ વીડિયો