ટ્રેન્ડિંગનેશનલ

પત્નીએ હોટસ્પોટ ચાલુ કરવાની પાડી ના, તો પતિએ ગુસ્સામાં કુહાડી ઝીંકી દીધી

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 2 ઓગસ્ટ, નાની નાની વાતોમાં લોકો ઉશ્કેરાઈ જઈને મારામારી પર આવી જતાં હોય છે અને જેનાં લીધે હત્યાના બનાવો વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હરિયાણાના રોહતકમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રોહતકમાં એક યુવકે પત્નીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી. પોલીસે જણાવ્યું કે આરોપી અજય કુમાર ઘરે મોબાઈલનો ઉપયોગ કરતો હતો. અચાનક તેના મોબાઈલનો ઈન્ટરનેટ ડેટા ખતમ થઈ ગયો. આના પર તેણે તેની પત્ની રેખાને હોટસ્પોટ ચાલુ કરવા કહ્યું. પત્ની ઘરના કામમાં વ્યસ્ત હોવાથી હોટસ્પોટ ચાલુ કરી શકી ન હતી.

હત્યા કર્યા બાદ આરોપી ફરાર

હરિયાણાના રોહતક જિલ્લાના મદીના ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પતિએ તેની પત્નીની હત્યા કરી નાખી હતી. કારણ કે તેણે તેનો મોબાઈલ હોટસ્પોટ ચાલુ કરવાની ના પાડી. પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ હત્યાની માહિતી મળતાં જ બહુ અકબરપુર પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે તપાસ કરી તો જાણવા મળ્યું કે આરોપીએ ગુસ્સામાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. પતિ પોતાના મોબાઈલમાં ઈન્ટરનેટ વાપરવા માંગતો હતો, પરંતુ પત્ની ઘરના કામમાં વ્યસ્ત હતી. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી દીધી છે. સાથે જ તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના 30 જુલાઈની છે.

એસઆઈ જય ભગવાને જણાવ્યું કે 30 જુલાઈના રોજ તેમને માહિતી મળી હતી કે ઘરેલુ વિવાદના કારણે એક યુવકે તેની પત્નીની હત્યા કરી દીધી છે. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ જાણવા મળ્યું કે અજય કુમાર તેની પત્ની સાથે ઘરે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો. અચાનક તેના મોબાઈલનો ઈન્ટરનેટ ડેટા ખતમ થઈ ગયો. આના પર તેણે તેની પત્ની રેખાને મોબાઈલ ઈન્ટરનેટ હોટસ્પોટ ચાલુ કરવા કહ્યું. પરંતુ પત્નીએ હોટસ્પોટ ચાલુ કરવાની ના પાડી. પત્ની રેખા પશુઓના છાણ ઉપાડવામાં વ્યસ્ત હતી. રેખાએ કહ્યું કે તેની પાસે પણ ઓછો મોબાઈલ ડેટા બચ્યો છે. જેથી હોસ્ટપોટ ચાલુ કરશે નહિ. ત્યારબાદ અજયે ગુસ્સામાં આવીને પત્ની રેખાની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો. રેખાના પરિવારજનોના નિવેદનના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો..આ બૈલ મુઝે માર કોને કહેવાય ખબર છે? જૂઓ વીડિયો

Back to top button