હિન્દુ મેરેજ એક્ટ હેઠળ સંતાનને કેટલા સમય સુધી ભરણપોષણ ચૂકવવું પડશે? જાણો HCએ શું કહ્યું
- પતિ-પત્ની દ્વારા ફેમિલી કોર્ટના આદેશને પડકારતી અરજી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી
નવી દિલ્હી, 02 ઓગસ્ટ: હિન્દુ મેરેજ એક્ટ હેઠળ, સંતાન જ્યાં સુધી આર્થિક રીતે સ્વતંત્ર ન થાય ત્યાં સુધી તેને ભરણપોષણ પૂરું પાડવું જોઈએ. દિલ્હી હાઈકોર્ટ પતિ-પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી ક્રોસ અપીલની સુનાવણી કરી રહી હતી, જેમાં ફેમિલી કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. ફેમિલી કોર્ટે પત્નીને દર મહિને 1.15 લાખ રૂપિયા અને પુત્રને 35 હજાર રૂપિયા પ્રતિ માસ ભરણપોષણ આપવાનું કહ્યું હતું. કોર્ટે કહ્યું, ‘અમારું માનવું છે કે HMAની કલમ 26 હેઠળ, શિક્ષણ મેળવતા સંતાનને પુખ્તાવસ્થા પ્રાપ્ત કર્યા પછી પણ ભરણપોષણ મેળવવાનો અધિકાર છે, જ્યાં સુધી તેનું શિક્ષણ પૂર્ણ ન થાય અથવા તે આર્થિક રીતે સ્વતંત્ર ન બને.
જો કે, ફેમિલી કોર્ટના આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પુત્ર 26 વર્ષનો થાય અથવા આર્થિક રીતે સ્વતંત્ર (જે વહેલું હોય) થાય ત્યાં સુધી આ રકમ આપવામાં આવે. પુત્રને મળનારી 35,000 રૂપિયાની રકમમાં દર બે વર્ષે 10 ટકાનો વધારો થશે તેવી શરત પણ મૂકવામાં આવી હતી.
દિલ્હી હાઈકોર્ટની બેંચે શું કહ્યું?
આ કેસની સુનાવણી દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ રાજીવ શકધર અને જસ્ટિસ અમિત બંસલની ડિવિઝન બેંચ કરી રહી હતી. તેમણે કહ્યું હતું કે, “હિન્દુ મેરેજ એક્ટની કલમ 26નો હેતુ સંતાનના શિક્ષણ માટે ભથ્થું આપવાનો છે અને બાળકનું શિક્ષણ 18 વર્ષની ઉંમર સુધી પૂર્ણ થતું નથી.” કોર્ટે કહ્યું કે, ‘અમારું માનવું છે કે શિક્ષણ મેળવનાર બાળક HMAની કલમ 26 હેઠળ પુખ્તાવસ્થા પ્રાપ્ત કર્યા પછી પણ ભરણપોષણ મેળવવા માટે હકદાર છે અને ત્યાં સુધી છે જ્યાં સુધી તે પોતાનું શિક્ષણ પૂર્ણ ન કરે.”
ખંડપીઠે કહ્યું કે, 18 વર્ષની ઉંમર સુધીમાં વધુમાં વધુ સંતાન હાઈસ્કૂલ પાસ કરીને આગળના અભ્યાસ માટે કોલેજ કે યુનિવર્સિટીમાં જોવે છે. અહેવાલ અનુસાર, કોર્ટે એમ પણ કહ્યું કે છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધા પછી પણ ફેમિલી કોર્ટની ભૂમિકા સમાપ્ત થતી નથી અને તે હિન્દુ મેરેજ એક્ટની કલમ 24 અને 26 હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર નિર્ણય લઈ શકે છે.
આ પણ જૂઓ: NEET પેપર લીક માત્ર પટના-હઝારીબાગ સુધી મર્યાદિત, તે સિસ્ટમેટિક ફેલ્યોર નથી: SC