દિલ્હીની સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી, આખું કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યું
દક્ષિણ દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારની એક ખાનગી શાળાને ઈમેલથી મળી ધમકી
નવી દિલ્હી, 2 ઓગસ્ટ: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની એક શાળાને ફરી એકવાર બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી દક્ષિણ દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારની એક ખાનગી શાળાને ઈમેલ દ્વારા આપવામાં આવી છે. શાળાને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતા અરાજકતાનો માહોલ સર્જાયો હતો. શાળા પ્રશાસને પોલીસને જાણ કરી હતી. પોલીસે ડોગ સ્કવોડની ટીમ સાથે શાળા પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
STORY | South Delhi private school receives bomb threat via email, declared hoax
READ: https://t.co/JbThzmBt4A pic.twitter.com/kJFuX8f30y
— Press Trust of India (@PTI_News) August 2, 2024
પોલીસ ટીમે શાળામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું
શાળા પ્રશાસને તરત જ દિલ્હી પોલીસને આ બાબતની જાણ કરી હતી. પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને શાળામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, શાળામાં બોંબ હોવાના સમાચાર ખોટા હોવાનું બહાર આવ્યું છે. ઝીણવટભરી તપાસ બાદ શાળાના પરિસરમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.
ઈમેલ દ્વારા શાળાને ઉડાવી દેવાની ધમકી મળી
પોલીસે જણાવ્યું કે, શાળાને અડધી રાત્રે ધમકીનો મેલ મળ્યો હતો. ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે, શાળાના પરિસરમાં બોંબ મુકવામાં આવ્યો હતો. જેને પગલે બોંબ ડિટેક્શન ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. તપાસ માટે ડોગ સ્ક્વોડ પણ તૈનાત કરવામાં આવી હતી.
પોલીસે કેસની તપાસ શરૂ કરી હતી
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, વધુ તપાસ ચાલી રહી છે. જે ડોમેઈન પરથી ધમકીભર્યો મેઈલ મોકલવામાં આવ્યો છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. ઘણી શાળાઓને ધમકીભર્યા મેલ આવી ચૂક્યા છે. આ ધમકીભર્યો મેલ પણ આ જ ડોમેનમાંથી આવ્યો છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.
સ્વતંત્રતા દિવસને લઈને દિલ્હી પોલીસ એલર્ટ મોડમાં
મહત્તવપૂર્ણ છે કે, આગામી થોડા દિવસોમાં સ્વતંત્રતા દિવસ આવવાનો છે. આ અંગે દિલ્હી પોલીસની સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક છે. આવી સ્થિતિમાં, દક્ષિણ દિલ્હીની એક શાળામાં બોંબની ધમકી મળ્યા પછી, પોલીસ પ્રશાસન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ કરી. આ ધમકીભર્યા મેલને અફવા તરીકે વર્ણવવામાં આવી છે.
આ પણ જૂઓ: ચમત્કાર! વાયડનાડ ઘટનાના ચાર દિવસ પછી સૈન્યે ચાર જણને જીવિત બચાવ્યા