અમદાવાદમાં AMC ફાયરબ્રિગેડને હાઈટેક બનાવવા રૂ.97 કરોડનો ખર્ચ કરાશે, જાણો કયા સાધનો ખરીદાશે
- ફાયર બ્રિગેડને અદ્યતન સાધનોથી સુસજ્જ બનાવાશે
- અદ્યતન સાધનો અંગે ફાયર બ્રિગડના કર્મચારીઓને તાલીમ અપાશે
- સાધનો પૈકી કેટલાંક સાધનો સપ્ટેમ્બર મહિનાના અંતમાં આવી જશે
અમદાવાદમાં AMC ફાયરબ્રિગેડને હાઈટેક બનાવવા રૂ.97 કરોડનો ખર્ચ કરાશે. જેમાં શહેરમાં 33 માળની બિલ્ડિંગમાં આગ બુઝાવવા માટે મ્યુનિ.રૂ.21 કરોડનું બૂમ ટાવર ખરીદશે. ફાયરબ્રિગેડને હાઈટેક બનાવવા 97 કરોડના ખર્ચે 26 અદ્યતન સાધનો ખરીદવા માટે મંજૂરી છે. આ સાધનો હાઈપ્રેશર મિનિ ફાયર, બૂમ ટાવર, સ્નોરકેલ, વોટર બાઉઝર, બૂમ વોટર બાઉઝરનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: અમદાવાદમાં આગની ઘટના છુપાવી નાના ભૂલકાઓની જિંદગી સાથે ખેલનાર આ સ્કૂલ હવે દંડાશે
અદ્યતન સાધનો અંગે ફાયર બ્રિગડના કર્મચારીઓ, અધિકારીઓને તાલીમ અપાશે
અદ્યતન સાધનો અંગે AMC ફાયર બ્રિગડના કર્મચારીઓ, અધિકારીઓને તાલીમ આપશે. AMC દ્વારા રૂ. 97 કરોડના ખર્ચે અદ્યતન સાધનો ખરીદીને ફાયર બ્રિગેડને અદ્યતન સાધનોથી સુસજ્જ બનાવાશે. AMC દ્વારા 33 માળની ગગનચુંબી ઈમારતો માટે મંજૂરી આપવામાં આવે છે. ત્યારે હાઈરાઈઝ બિલ્ડિંગમાં કોઈ દુર્ઘટના સર્જાય તેવા સંજોગોમાં બચાવ કામગીરી કરવા માટે હાઈપ્રેશર મિનિ ફાયર, બૂમ ટાવર, સ્નોરકેલ, વોટર બાઉઝર, બૂમ વોટર બાઉઝર, વગેરે જેવા કુલ 26 સાધનોની ખરીદી કરવામાં આવશે અને આ હેતુસર રૂ.97 કરોડની દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે.
ફાયર બ્રિગેડ માટે ખરીદવામાં આવનાર સાધનો પૈકી કેટલાંક સાધનો સપ્ટેમ્બર મહિનાના અંતમાં આવી જશે
ફાયર બ્રિગેડ માટે ખરીદવામાં આવનાર સાધનો પૈકી કેટલાંક સાધનો સપ્ટેમ્બર મહિનાના અંતમાં આવી જશે. જ્યારે બાકીના સાધનો ડિસેમ્બર મહિનાના અંતમાં આવી જશે. રૂ.21 કરોડનાખર્ચે ખરીદવામાં આવનાર 70 મીટરના બૂમ ટાવર- સ્નોરકેલ એક વર્ષ પછી એટલેકે ઓગસ્ટ, 2025માં આવશે. આ તમામ અદ્યતન સાધનો અંગે AMC ફાયર બ્રિગડના કર્મચારીઓ, અધિકારીઓને તાલીમ આપવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ- અકસ્માતની દુર્ઘટના સર્જાય ત્યારે ઈમરજન્સી સર્વિસ પૂરી પાડીને અસરકારક રીતે રાહત અને બચાવ કામગીરી કરી શકાય તેમજ જાનમાલનું નુકસાન અને જાનહાનિ ટાળી શકાય તે હેતુસર ફાયર બ્રિગેડ માટે સાધનો ખરીદવાનો નિર્ણય લેવાયો છે.