ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પાકિસ્તાન જાઓ, ભારતની ઉદારતાનો ફાયદો ન ​ઉઠાવો: શરણાર્થી પર ભડકી હાઈકોર્ટ

  • બોમ્બે હાઈકોર્ટે ભારતમાં વધુ સમય રોકાયેલા શરણાર્થીને સખત ઠપકો આપ્યો

નવી દિલ્હી, 02 ઑગસ્ટ: બોમ્બે હાઈકોર્ટે ભારતમાં વધુ સમય રોકાયેલા શરણાર્થીને સખત ઠપકો આપ્યો છે. એટલું જ નહીં, કોર્ટે યમનના વ્યક્તિને ‘પાડોશી પાકિસ્તાન’ અથવા કોઈપણ ગલ્ફ દેશમાં જવાની સલાહ પણ આપી હતી. હાલમાં જ પુણે પોલીસ દ્વારા તેને ‘લીવ ઈન્ડિયા નોટિસ’ આપવામાં આવી હતી. અરજીકર્તાનું કહેવું છે કે, તે 10 વર્ષથી ભારતમાં રહે છે. જસ્ટિસ રેવતી મોહિત ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવ્હાણની બેંચ દ્વારા આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, ન્યાયાધીશોએ કહ્યું કે, “તમે પાકિસ્તાન જઈ શકો છો, જે પડોશમાં છે અથવા તમે કોઈપણ ગલ્ફ કન્ટ્રીમાં જઈ શકો છો. ભારતની ઉદારતાનો ખોટો ફાયદો ન ​ઉઠાવો.” યમનનો નાગરિક ખાલિદ ગોમેઈ મોહમ્મદ હસન નિર્ધારિત સમયમર્યાદાથી વધુ સમય ભારતમાં રોકાયો હતો અને તેણે પોલીસ દ્વારા જારી કરાયેલી નોટિસને પણ કોર્ટમાં પડકારી હતી.

બેંચે શરણાર્થીનું શું અવલોકન કર્યું?

બેંચે જાણવા મળ્યું કર્યું કે, અરજદારને થોડી રાહત જોઈતી હતી કારણ કે તે ઓસ્ટ્રેલિયા જવા માંગે છે. હસન શરણાર્થી કાર્ડ ધારક છે અને તેને બળજબરીથી ડિપોર્ટ થવાથી બચવા માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. અરજીમાં હસને કહ્યું કે, યમન સૌથી ખરાબ માનવીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને તેથી તે છેલ્લા 10 વર્ષથી ભારતમાં રહે છે. તેમણે અરજીમાં જણાવ્યું હતું કે, 45 લાખ નાગરિકો વિસ્થાપિત થઈ ગયા છે.

હસન માર્ચ 2014માં સ્ટુડન્ટ વિઝા પર ભારત આવ્યો હતો અને તેની પત્ની મેડિકલ વિઝા પર 2015માં ભારત આવી હતી. હસનના વિઝા ફેબ્રુઆરી 2017માં અને તેની પત્નીના વિઝા સપ્ટેમ્બર 2015માં એક્સપાયર થઈ ગયા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં પુણે પોલીસે તેને લીવ ઈન્ડિયા નોટિસ જારી કરી હતી અને બાદમાં એપ્રિલમાં પણ નોટિસ આપવામાં આવી હતી. પોલીસે તેને નોટિસ મળ્યાના 14 દિવસની અંદર ભારત છોડવાનું કહ્યું હતું. બેંચ સમક્ષ, અરજદારે ઓછામાં ઓછા ઓસ્ટ્રેલિયાના વિઝા ન મળે ત્યાં સુધી ડિપોર્ટેશનથી રક્ષણની માંગ કરી હતી.

કોર્ટે શરણાર્થી દંપતિની પુત્રીના જન્મ પર ઉઠાવ્યો સવાલ 

અહીં, પુણે પોલીસ વતી કોર્ટમાં હાજર થયેલા સંદેશ પાટીલના નિવેદન સાથે કોર્ટ સંમત થઈ કે, અરજદાર શરણાર્થી કાર્ડ ધારકોને મંજૂરી આપતા અન્ય 129 દેશોમાં જઈ શકે છે. કોર્ટે કહ્યું કે, ‘અમે તમને માત્ર 15 દિવસની સુરક્ષા આપી શકીએ છીએ અને તેનાથી વધુ નહીં.’ આ દરમિયાન કોર્ટે આ દંપતીની પુત્રીની નાગરિકતાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો, જેનો જન્મ ભારતમાં થયો હતો.

કોર્ટે આ અંગે વકીલને પ્રશ્ન કર્યો હતો. તો પાટીલે કહ્યું કે, ‘માઈલોર્ડ, જો કોઈ માતા-પિતા ભારતીય હોય તો જન્મથી જ ભારતીય નાગરિકતા મેળવી શકે છે. અહીં બંને યમનના છે. આ ઉપરાંત, માતા-પિતાના વિઝા સમાપ્ત થયા પછી છોકરીનો જન્મ થયો હતો, જેનો અર્થ એ છે કે માતાપિતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ છે. આવી સ્થિતિમાં બાળકીને નાગરિકતા આપી શકાય નહીં.

આ પણ જૂઓ: રાહુલ ગાંધીનો મોટો દાવો, કહ્યું: ચક્રવ્યુહ ભાષણ પછી ED દરોડાની કરી રહ્યું છે તૈયારી

Back to top button