અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદઃ ડ્રગ્સનો નશો કરવા એક બાદ એક 4 લૂંટને અંજામ; રિક્ષામાં પેસેન્જરોને બેસાડીને અવાવરુ જગ્યાએ લઈ જઈ 1.55 લાખની આંચરી લૂંટ

Text To Speech

અમદાવાદ 01 ઓગસ્ટ 2024 : અમદાવાદ શહેરના દાણીલીમડા અને વટવા વિસ્તારમાં બે મહિનાની 28 અને 29 જુલાઈનાં રોજ ઉપરા છપરી ચાર લૂંટનાં બનાવ સામે આવતાં શહેર પોલીસ તથા ક્રાઈમ બ્રાંચ દોડતી થઈ હતી. જે અંગે બે આરોપી બદરુદ્દિન ઉર્ફે સાબીરશા અને મુસ્તકીમ ઉર્ફે કાલુ મણીયારની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી વધું તપાસ હાથ ધરી હતી.

એક જ દિવસમાં આરોપીએ 1.55 લાખની લૂંટ ચલાવી

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ એસીપી ભરત પટેલે એક દિવસમાં થયેલી ચાર લૂંટ અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે બંને આરોપી બદરુદ્દિનના પિતાની રિક્ષા લઈ લૂંટ કરવા ગયા હતા. આરોપી વટવા કેનાલ, પિરાણા ડમ્પીંગ સાઈટ, સહિત અવાવરુ જગ્યાએ લઈ જઈ લૂંટ કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીની ધરપકડ કરી 1.10 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યુ કે, આરોપીઓ ડ્રગ્સનો નશો કરવા માટે લૂંટને અંજામ આપતા હતા. એક જ દિવસમાં આરોપીએ 1.55 લાખની લૂંટ ચલાવી હતી. જેમાં પોલીસે 1.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે તો બીજી તરફ પોલીસને શંકા છે કે, આરોપીના અન્ય ગુનાનો પણ ભેદ ઉકેલાઈ શકે છે

યુવકને ગોંધી રાખી 3 લાખની ખંડણી માંગી

ગયા મહિનાની 28-29 તારીખ વચ્ચેના સમયગાળામાં દાણીલીમડા અને વટવા વિસ્તારમાં 4 લૂંટ થતા શહેર પોલીસ દોડતી થઈ હતી. રિક્ષામાં મુસાફર બેસાડી અવાવરુ જગ્યાએ લઈ જઈ છરી વડે ઈજા પહોચાડી લૂંટ કરવામા આવી હતી. આ લૂંટના બે આરોપી બદરુદ્દિન ઉર્ફે સાબીરશા અને મુસ્તકીમ ઉર્ફે કાલુ મણીયારની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ રિક્ષામાં અલગ-અલગ સમયે મુસાફર બેસાડી તેમની પાસે રહેલા દાગીના, રોકડ અને મોબાઇલની લૂંટ ચલાવી હતી તો બીજી તરફ એક યુવકને ગોંધી રાખી 3 લાખ રુપિયાની ખંડણી માંગી હતી. તે ન મળતા યુવકને એટીએમ સુધી લઈ ગયા અને જોકે, રુપિયા ન મળતા યુવકને માર મારી છોડી દેવામા આવ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ: સાયન્સ સિટી ખાતે ‘સાયન્સ સફર -2024’ અંતર્ગત STEM આધારિત વર્કશોપની શરૂઆત

Back to top button