અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદ: વધતા જતા સાયબર ક્રાઈમને અટકાવવા માટે 2 થી 15 ઓગસ્ટ સુધી સાયબર સંવાદનું આયોજન

Text To Speech

અમદાવાદ 01 ઓગસ્ટ 2024 : ગુજરાત રાજ્યની સાથે સાથે દેશભરમાં સાઇબર ક્રાઇમના બનાવો જ રીતે આધુનિક ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે, સમગ્ર વિશ્વ ટેકનોલોજીના માધ્યમથી નજીક આવી રહ્યું છે. ત્યારે સાયબર ક્રાઇમમાં પણ વધારો થયો છે. સાયબર છેતરપિંડી કરનારાઓ રોજબરોજ નવી ટેકનોલોજીથી લોકોને આર્થિક રીતે પાયમાલ બનાવી રહ્યા છે પોતાનો શિકાર બનાવી રહ્યા છે. જેનું મુખ્ય કારણ છે ટેકનોલોજીની જાણકારીનો અભાવ જેના કારણે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વધતા જતા સાઇબર ક્રાઇમને અટકાવવા માટે 2 થી 15 ઓગસ્ટ સુધી સામાન્ય લોકો સાથે સાયબર સંવાદનું આયોજન થવા જઈ રહ્યું છે

સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાંકને અપાશે ઇનામ

સાઇબર ક્રાઇમ ડીસીપી ડો. લવિના સિન્હા એ પત્રકાર પરિષદનું આયોજન કરીને માહિતી આપતા જણાવ્યું કે આવનારી 2 થી 15 ઓગસ્ટ સુધી લોક જાગૃતિ માટે તથા સાયબર ક્રાઈમનો ભોગ બનતા અટકાવવા માટે સાયબર સંવાદનું આયોજન અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં અલગ-અલગ શાળા કોલેજો તથા સોસાયટીઓમાં જઈ વધતા સાયબર ગુનાઓથી લોકોને જાગૃત કરવા માટે આ આયોજનનો મુખ્ય હેતુ છે. 2 થી 15 ઓગસ્ટ સુધી આ ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવશે. આ થકી નાગરિકોને સાયબર ફ્રોડ થાય તો ફરિયાદ કરવા પણ જાગૃત કરાશે. સાથે સાથે રીલ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૯૦ સેકન્ડની સાયબર જાગૃતિ મુદ્દે રીલ બનાવી સાયબર ક્રાઇમ દ્વારા અપાયેલી લિન્ક પર અપલોડ કરી શકાશે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાંકને ઇનામ પણ આપવામાં આવશે

આ પણ વાંચો : અમદાવાદ: 6,57,900 કિંમતનો 64.790 ગ્રામ મેફેડ્રોનના જથ્થા સાથે મહિલા સહિત કુલ 2 ની ધરપકડ

Back to top button