ટ્રેન્ડિંગનેશનલસંવાદનો હેલ્લારો

ફ્લાઇટમાં થયો પતિ પત્નીનો ઝગડો, તો ઇમરજન્સી કરવું પડ્યું લેન્ડિંગ

નવી દિલ્હી, 1 ઓગસ્ટ, પતિ-પત્ની વચ્ચે પ્રેમ, સમજૂતી અને ઝઘડા સામાન્ય છે, પરંતુ પહેલીવાર પ્લેનમાં પતિ-પત્નીની લડાઈનું દ્રશ્ય જોવા મળ્યું, તે પણ એટલી હદે કે પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપી વ્યક્તિ ઈમરજન્સી લેન્ડિંગ બાદ પણ પ્લેનમાંથી ઉતરી રહ્યો ન હતો. આ લડાઈમાં પુરુષની પત્ની ઘાયલ થઈ ગઈ અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. આ ઘટનાથી ફ્લાઇટમાં બેઠેલા સૌ કોઈ ચોંકી ગયા હતા અને માથું પકડી લીધું હતું.

પતિ-પત્ની સાત જન્મો સુધી સાથે છે. પતિ-પત્નીનો સંબંધ એવો હોય છે કે પ્રેમ હોય તો તકરાર પણ હોય છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય એ કોઈ મોટી વાત નથી. આવા ઘણા કિસ્સાઓ સોશિયલ મીડિયામાં આવતા રહે છે. જેમાં પતિ-પત્ની બજારમાં કે રસ્તા પર ઝઘડતા જોવા મળે છે. તેવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક ફ્લાઈટમાં પતિ-પત્ની એકબીજા સાથે ઝગડો થયો હતો. ઝગડો એટલો વધી ગયો કે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, માનવામાં નહિ આવે પણ આ સાચું છે ઝગડાને કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું. ફ્લાઇટમાં તેમની આસપાસના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

પતિ-પત્ની વચ્ચેની લડાઈને કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હોય તે સામાન્ય વાત નથી. જો આ વાત માત્ર વાતો પુરતી જ સીમિત હોય તો કોઈ વાંધો નથી, પરંતુ જ્યારે મામલો મારામારી સુધી પહોંચે છે ત્યારે ત્યાં હાજર લોકો બે સિવાયના લોકો તેમાં સામેલ થઈ જાય છે. ફ્લાઈટ EI738 એ લગભગ સાંજે 7.15 વાગ્યે ડબલિનથી ઉડાન ભરી હતી. આ પછી પતિ-પત્ની વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો અને સ્થિતિ એટલી વધી ગઈ કે બંને એકબીજાને મારવાના અને નુકશાની પંહોચાડવાના ઇરાદે પંહોચી ગયા હતા. જ્યારે મામલો વધી ગયો તો પાયલટે આ અંગે કંટ્રોલ રૂમને જાણ કરી અને ત્યારબાદ ફ્લાઈટનું નેન્ટેસ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. જોકે, ક્રૂએ પરિસ્થિતિને શાંત પાડવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને સહમત ન થયા.

પ્લેનમાંથી ઉતરતાની સાથે જ થઈ ધરપકડ
ફ્લાઇટમાં પતિ-પત્નીએ એકબીજાને મારવાનું શરૂ કર્યું. જ્યારે વસ્તુઓ તેમના હાથમાંથી બહાર જવા લાગી, ત્યારે પાયલટે તેના વિશે કંટ્રોલ રૂમને જાણ કરી અને ફ્લાઈટનું નેન્ટેસ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. ફ્લાઈટમાં થયેલી લડાઈને કારણે મહિલાના ચહેરા પર ઈજા થઈ હતી, ત્યારબાદ પ્લેનમાંથી ઉતરતાની સાથે જ તેના સાથીદારની ધરપકડ કરવામાં આવી હતી. તે મહિલા બ્રિટનની રહેવાસી છે. વિમાનને ઇમરજન્સી લેન્ડિંગના બે કલાક પછી પાછું ઉડાડવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસે ઘાયલ મહિલાને હોસ્પિટલમાં મોકલી છે, જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી વ્યક્તિ પ્લેનમાંથી ઉતરી રહ્યો ન હતો અને તેણે ફ્લાઈટ સ્ટાફ સાથે પણ ખરાબ વર્તન કર્યું હતું.

આ પણ વાંચો..મહિલાએ તેના 3 પ્રેમી સાથે મળીને પતિનું ગળું દબાવીને… ચારેયની ધરપકડ

Back to top button