મહિલાએ તેના 3 પ્રેમી સાથે મળીને પતિનું ગળું દબાવીને… ચારેયની ધરપકડ
- ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતમાં એક મહિલાએ પોતાનું જ લગ્નજીવન બરબાદ કરી નાખ્યું
કાનપુર દેહાત, 1 ઓગસ્ટ: ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતમાં એક મહિલાએ પોતાનું જ લગ્નજીવન બરબાદ કરી નાખ્યું છે. મહિલાએ તેના પ્રેમીઓ સાથે મળીને પતિની ગળું દબાવીને હત્યા કરી મૃતદેહને ગામ પાસે ફેંકી દીધો હતો અને ભાગી ગઈ હતી. હવે પોલીસે આ મહિલાની તેના પતિની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. મહિલાના ત્રણેય પ્રેમી પણ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. પતિની હત્યા કરીને મહિલા ફરાર થઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું કે, ચારેય આરોપીઓની રેલવે સ્ટેશન રોડ તિરાહેથી ધરપકડ કરવામાં આવી છે.
પતિની હત્યા કરી લાશ ફેંકી દીધી
મળતી માહિતી મુજબ, અવૈધ સંબંધોના કારણે પતિની હત્યા કર્યા બાદ પત્નીએ તેના પ્રેમીઓ સાથે મળીને લાશને મનકાપુર જુરીહા ગામની વચ્ચે ફેંકી દીધી હતી. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે ચારેય સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ કેસમાં મહિલા અને તેના ત્રણ પ્રેમીઓની ધરપકડ કરીને આ ઘટનાનો ખુલાસો કર્યો છે.
હત્યા બાદ આરોપીઓ ફરાર થઇ ગયા હતા
પોલીસે જણાવ્યું કે, 26 જુલાઈના રોજ મંગલપુરના મનકાપુર સિકંદરા ગામના રહેવાસી 35 વર્ષીય ગુરુચરણ બાઇક પર ઘરેથી નીકળ્યા હતા. સવારે ગ્રામજનોએ ગામથી થોડે દૂર જસવંતના ખેતરમાં ગુરુચરણનો મૃતદેહ પડેલો જોયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ હત્યાની પુષ્ટિ થયા બાદ મૃતકના ભાઈ રાજકુમારે તેની ભાભી પૂજા અને મનકાપુરના ગુલાબ, શિવમ પાલ, શિવદયાલ વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો હતો. કેસ નોંધાયા બાદ તમામ ફરાર થઈ ગયા હતા. બાતમીદારની સૂચના પર મંગલપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ એસ.કે. ગુપ્તાએ તેમની ટીમ સાથે આરોપીની ધરપકડ કરી હતી.
ગળું દબાવીને હત્યા કરવામાં આવી
પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ એસ.કે.ગુપ્તાએ જણાવ્યું કે, પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે પૂજા શિવમ સાથે સંબંધ ધરાવે છે. એકવાર તે તેની સાથે ઘરેથી દૂર પણ ગઈ હતી. હવે ગુલાબ સાથેની નિકટતા વધી ગઈ હતી. તેનાથી નારાજ થઈને ગુરુચરણ પૂજાને ગાળો આપતો અને માર મારતો હતો. પૂજાએ બંનેને કહ્યું હતું કે, તેને રસ્તામાંથી હટાવી દઇશું તો જ આપણે આરામથી રહી શકીશું. આ પછી બંનેએ હત્યાનું કાવતરું ઘડ્યું. શિવદયાલે ગુરુચરણને દારૂ પીવાના બહાને બોલાવ્યા. આ પછી ત્રણેયએ ટુવાલ વડે ગળું દબાવીને હત્યા કરી હતી.
આ પણ જૂઓ: સુરતમાં મુંબઈથી નાઈઝીરીયન પાસે MD ડ્રગ્સ ખરીદનાર પકડાયો