અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ: 6,57,900 કિંમતનો 64.790 ગ્રામ મેફેડ્રોનના જથ્થા સાથે મહિલા સહિત કુલ 2 ની ધરપકડ

Text To Speech

અમદાવાદ  01 ઓગષ્ટ 2024 :  અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારના રસુલાબાદ ઇકરા સ્કૂલની બાજુમાં અમદાવાદ ફ્લેટના પાંચમાં માળેથી છૂટક છૂટકમાં એક કે બે ગ્રામ સુધીનું ડ્રગ્સ વેચતા એક મહિલા સાથે 6,57,900 કિંમતનાં 64.790 ગ્રામ મેફેડ્રોનનાં મુદ્દામાલ સાથે એક મહિલા સહિત કુલ બે ઇસમોને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.

એસઓજી ક્રાઈમ ડીસીપી જયરાજસિંહ વાળા

રામોલની પેડલર સિરીનબાનું પાસેથી માલ ખરીદતા

એસઓજી ક્રાઈમ ડીસીપી જયરાજસિંહ વાળાએ પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે શાહીનબાનુ યાસીન મિયાં સૈયદ નામની મહિલા છેલ્લા એક વર્ષથી ઇસનપુરમાં આવેલા અમજા ફ્લેટમાં છૂટક રીતે મેફેડ્રોનનું વેચાણ કરતી હતી. જેમાં તેને ત્યાં આમિર ખાન આસિફ ખાન પઠાણ નામના ઇસમને કામ ઉપર રાખેલો હતો તે પણ શાહીનબાનુના કહ્યા મુજબ છૂટક છૂટક ડિલિવરી કરતો હતો. વધુમાં તેમને જણાવ્યું હતું કે શાહીનબાનુના પતિ પાસે કોઈ રોજગારીનું સાધન ન હોવાથી શાહીનબાનું રામોલમાં ડ્રગ્સ વેચનાર સિરીંનબાનુંનાં સંપર્કમાં આવી હતી. જે શાહીનબાનુને ડ્રગ્સની ડીલીવરી આપતી હતી. જોકે રામોલની ડ્રગ્સ પેડ્લર સિરીંનબાનુંની ધરપકડ કરવાની બાકી છે અને શાહીનબાનુએ લગભગ 6 કે 7 વખત ડ્રગ્સ વેચાણ માટે લીધું હતું.

6,57,900 નાં કુલ મુદ્દામાલ સાથે 2 ની ધરપકડ

ડીસીપી જયરાજસિંહ વાળાએ ઉમેર્યું હતું કે શાહીનબાનુનો પતિ અકબર ખાન જેની ઉપર બે વખત કેસ નોંધાઈ ચૂક્યા છે તેની પણ ધરપકડ કરવાની બાકી છે. જ્યારે શાહીનબાનું આ ડ્રગ્સ વિસ્તારમાં આજુબાજુમાં રહેતા રિક્ષાચાલકોને છૂટકમાં એક કે બે ગ્રામની પડીકીઓ બનાવીને વેચતી હતી. આ બનાવ અંગે SOG ક્રાઇમે 6 લાખ 57 હજાર 900 કિંમતના 64 ગ્રામ 790 મિલિગ્રામનાં જથ્થા સાથે બેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

આ પણ વાંચો : ગેનીબેન અમિત શાહને મળ્યા, સરહદ નજીકના 3 જિલ્લાઓમાં BADPની ગ્રાન્ટ ફાળવવા માગ કરી

Back to top button