ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલપેરિસ ઓલિમ્પિક 2024વર્લ્ડસ્પોર્ટસ

ઓલિમ્પિકમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ લાવનાર સ્વપ્નિલ કુસાલે છે ધોની જેવો ટિકિટ કલેક્ટર

  • સ્વપ્નિલ કુસાલે એ પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં 451.4ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો
પેરિસ ઓલિમ્પિક 2024, 1 ઓગસ્ટ: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત માટે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ લાવનાર સ્વપ્નિલ કુસાલે ધોની જેવો ટિકિટ કલેક્ટર (TC) છે. જેને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પાસેથી પ્રેરણા લઈને એક સમયે રેલવેમાં ટિકિટ કલેકટર તરીકે કામ કર્યું છે. સ્વપ્નિલ કુસાલે એ પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં 451.4ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્વપ્નિલ કુસાલે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરવા બદલ શુભકામનાઓ પાઠવી છે. ઓલિમ્પિકના ઈતિહાસમાં સ્વપ્નિલ આ ઈવેન્ટમાં મેડલ જીતનાર ભારતનો પહેલો એથ્લેટ પણ બની ગયો છે.
આ ઓલિમ્પિકમાં ભારતનો આ ત્રીજો મેડલ છે. આ ઈવેન્ટમાં એથલીટે પહેલા ઘૂંટણિયે બેસીને, પછી દંડવતની અવસ્થામાં સૂતાં સૂતાં અને ત્યારબાદ ઊભા થઈને શોટ મારવાના હોય છે, જેમાં સ્વપ્નિલ પ્રથમ બે પોઝિશનમાં થોડો પાછળ હતો, પરંતુ છેલ્લી પોઝિશનમાં તેણે પોતાની જાત પર કાબૂ રાખ્યો અને પોતાનો શોટ સુધાર્યો અને ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો.

સ્વપ્નિલ માટે આ સિદ્ધિ સુધીનો માર્ગ સરળ નહોતો

પુણેના 28 વર્ષીય સ્વપ્નિલ માટે અહીં પહોંચવાનો માર્ગ સરળ ન હતો, જે એક સમયે રેલવેમાં ટિકિટ કલેક્ટર તરીકે કામ કરતો હતો, તેણે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એમ.એસ.ધોની પાસેથી પ્રેરણા લીધી હતી. સ્વપ્નિલ 2012થી આંતરરાષ્ટ્રીય શૂટિંગ ઈવેન્ટ્સમાં ભાગ લઈ રહ્યો છે. જો કે, તેને તેની કારકિર્દીની પ્રથમ ઓલિમ્પિક રમવા માટે 12 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. ગયા વર્ષે, હાંગઝોઉ એશિયન ગેમ્સમાં આ જ ઇવેન્ટમાં, કુસાલે ઐશ્વર્યા પ્રતાપ અને અખિલ શિયોરાન સાથે મળીને ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. કુસાલે કોલ્હાપુરમાં તેજસ્વિની સાવંતના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરે છે.

આ ઓલિમ્પિકમાં શૂટિંગમાં ભારતનો આ ત્રીજો મેડલ

ગેમ્સના મહાકુંભમાં ભારતે પ્રથમ વખત એક જ રમતમાં ત્રણ મેડલ જીત્યા છે. અગાઉ, જ્યારે મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, ત્યારબાદ મનુ ભાકરે સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. અત્યારે ભારતને આ ઓલિમ્પિકમાં વધુ મેડલ મળવાની આશા છે.

આ પણ જૂઓ: ઓલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલઃ 50 મીટર શૂટિંગમાં મળ્યો બ્રોન્ઝ

Back to top button