ટ્રેન્ડિંગપેરિસ ઓલિમ્પિક 2024વર્લ્ડ

ઓલિમ્પિક્સ સિલ્વર મેડલ વિજેતા: તુર્કી શૂટરના ‘નો-ગિયર’ લુક અને સ્વેગથી મીમનું આવ્યું પૂર

  • 51 વર્ષીય ટર્કિશ એથ્લેટનો એક હાથ ખિસ્સા અને અન્ય કશુંજ પહેર્યા વગર નિશાન સાંધતો ફોટો વાયરલ 

HD ન્યૂઝ ડેસ્ક, 01 ઓગસ્ટ: પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યા બાદ ટર્કિશ એર પિસ્તોલ શૂટર યુસુફ ડિકેક સોશિયલ મીડિયા પર સૌથી હોટ મીમ બની ગયો છે. 51 વર્ષીય એથ્લેટનો એક હાથ ખિસ્સા અને કશુંજ પહેર્યા વગર નિશાન સાંધતો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. X પર, ફોટોગ્રાફ દર્શાવતી એક પોસ્ટને 62 મિલિયન વ્યૂઝ મળ્યા છે. જેના કેપ્શનમાં લખ્યું છે, “તુર્કીએ એક 51 વર્ષીય વ્યક્તિને કોઈ વિશિષ્ટ લેન્સ, આંખ કવર અથવા કાનની સુરક્ષા વિના મોકલ્યો અને સિલ્વર મેડલ મેળવ્યો.”

 

યુસુફ ડિકેકની સરખામણી અન્ય એથ્લેટ્સ સાથે કરવામાં આવી હતી જેમણે એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં ભાગ લીધો હતો જે વિશિષ્ટ ગિયરમાં સજ્જ હતા, જેમાં ખાસ ગોગલ્સ, અસ્પષ્ટતા ટાળવા માટેના લેન્સ અને અવાજ માટે કાન સંરક્ષકનો સમાવેશ થાય છે. તેનાથી વિપરિત, ટર્કિશ શૂટરે જ્યારે પેરિસ ઓલિમ્પિક્સ 2024ના સ્ટેજ પર પ્રિસ્ક્રિપ્શન ચશ્મા તેમજ સામાન્ય ઇયરપ્લગ પહેરીને જોવા મળ્યો અને તેના ખિસ્સામાં એક હાથ રાખીને સિલ્વર જીતી ગયો. બુધવારે યુસુફ ડિકેકની તસવીર વાયરલ થઈ ત્યારથી X અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મીમ્સનું પૂર આવ્યું છે.

જૂઓ કેટલાક શ્રેષ્ઠ મેમ્સ:

 

 

 

 

સર્બિયાના જોરાના અરુનોવિક અને દામિર મિકેકે મંગળવારે પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ગોલ્ડ જીત્યો હતો. તેઓએ ચેટોરોક્સ શૂટિંગ સેન્ટર ખાતે સેવલ ઇલાયદા તરહાન અને તુર્કીના યુસુફ ડિકેકને 16-14થી હરાવ્યાં હતા. આ દરમિયાન, મનુ ભાકર અને સરબજોત સિંહે ઓહ યે-જિન અને લી વોન-હોની દક્ષિણ કોરિયાની જોડીને 16-10થી હરાવીને ભારત માટે બ્રોન્ઝ જીત્યો હતો.

યુસુફ ડિકેકે ભલે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ ન જીત્યો હોય, પરંતુ તેણે ચોક્કસપણે સોશિયલ મીડિયા પર તેના પ્રયાસ વિનાના સ્વેગર અંદાજથી જીત મેળવી લીધી છે. આ તુર્કી એથ્લેતે પાંચમી વખત ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો છે.

આ પણ જૂઓ: ઓલિમ્પિક દિવસ-6 : ભારતને મળી શકે છે ત્રીજો મેડલ, જુઓ આજનું સંપૂર્ણ શેડ્યૂલ

Back to top button