ગુજરાતટ્રેન્ડિંગ

સુરતમાં ભૂમાફિયા વિરોધ કાર્યવાહી હાથ ધરવામાં આવી, 23 આરોપીઓની ધરપકડ

  • અસામાજિક તત્વો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ કાયદો અસરકારક સાબિત થયો
  • કાયદા હેઠળ કડક કાર્યવાહી કરીને ધરપકડ સુધીના પગલાઓ લેવામાં આવ્યા
  • શહેરમાં 17 અને ગ્રામ્યમાં 9 અરજીઓમાં ગેરકાયદેસર કબ્જાધારકો વિરૂદ્ધ FRI

સુરતમાં ભૂમાફિયા વિરોધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં 23 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ લેન્ડ ગ્રેબિંગના 17 ગુના દાખલ કરવામાં આવ્યા છે. અસામાજિક તત્વો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ કાયદો અસરકારક સાબિત થયો છે. કુલ 29 પૈકી 23 આરોપીઓની ધરપકડ થઇ છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત શહેર-જિલ્લામાં થયેલી કામગીરી સંદર્ભે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને તેમજ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઈસરની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

આ પણ વાંચો: World Lung Cancer Day: અમદાવાદ સિવિલમાં 5 વર્ષમાં ફેફસાંના કેન્સરના કેસ જાણી રહેશો દંગ 

શહેરમાં 17 અને ગ્રામ્યમાં 9 અરજીઓમાં ગેરકાયદેસર કબ્જાધારકો વિરૂદ્ધ FRI

જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, નિર્દોષ લોકોની જમીન, મકાન, દુકાન પચાવી પાડનારા લેન્ડગ્રેબરો તથા તેની સાથે સંકળાયેલા ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકારે વર્ષ 2020માં લેન્ડગ્રેબીંગ એક્ટ પસાર કર્યો હતો. જેમાં ઓછામાં ઓછી 10 વર્ષની સજાની જોગવાઈ છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થયેલી કામગીરીની વિગતો આપતા કલેકટરે જણાવ્યું કે, લેન્ડગ્રેબીંગ એક્ટ સમિતિની ત્રણ બેઠકોમાં 244 અરજીઓ મળી હતી. જે પૈકી શહેરમાં 17 અને ગ્રામ્યમાં 9 અરજીઓમાં ગેરકાયદેસર કબ્જાધારકો વિરૂદ્ધ FRI દાખલ કરાઈ છે. જ્યારે જે-તે જમીન મિલકતોમાં ગેરકાયદે કબ્જો જમાવનારાઓને આ કાયદાનો ડર અને ગંભીરતા સમજાતા સિટીમાં 23 તથા ગ્રામ્યમાં 20 કબ્જાધારકો(લેન્ડગ્રેબરો)એ જમીન, ફ્લેટ, દુકાન,મકાનોનો કબ્જો પરત સોંપી દીધો છે.

કાયદા હેઠળ કડક કાર્યવાહી કરીને ધરપકડ સુધીના પગલાઓ લેવામાં આવ્યા

જે મિલકતોની કિંમત આશરે રૂ.120 કરોડ થાય છે, જ્યારે 26 FIR કરવામાં આવી છે, જે મિલકતોની કિંમત રૂ.૩૦ કરોડ થાય છે. જ્યારે 163 અરજીઓ આ કાયદામાં સુસંગત ન હોવાથી અરજીઓ દફતરે કરી છે. આમ, કુલ 232 અરજીઓનો સુખદ નિકાલ થયો છે. જ્યારે 12 અરજીઓ(કેસો)માં સમિતિ દ્વારા પુનઃતપાસના આદેશો અપાયા છે એમ જણાવી જમીન મિલકત પચાવી પાડનારા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્ર સખ્ત હોવાનું સ્પષ્ટપણે કહ્યું હતું. ભૂમાફિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા પીડિત નાગરિકો આગળ આવે એમ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, શહેરમાં કુલ 17 ગુના દાખલ કર્યા છે. આ 17 ગુનાઓમાં કુલ-29 આરોપીઓ પૈકી 23 આરોપીઓની ધરપકડ કરી છે. તમામ ગુનાઓની તપાસ એ.સી.પી. તથા પ્રાંત અધિકારી કક્ષાના અધિકારીઓ કરી રહ્યા છે. આ ગુનાઓમાં લેન્ડગ્રેબરોએ 5 જમીન, 5 ફલેટ, ૩ દુકાન, બે પ્લોટ, બે મકાન જેવી મિલકતો પચાવી પાડી હતી, જેમાં આ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરીને ધરપકડ સુધીના પગલાઓ લેવામાં આવ્યા છે.

Back to top button