ઓલિમ્પિક દિવસ-6 : ભારતને મળી શકે છે ત્રીજો મેડલ, જુઓ આજનું સંપૂર્ણ શેડ્યૂલ
પેરિસ, 1 ઓગસ્ટ : રમતગમતની સૌથી મોટી મેગા ઈવેન્ટ પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 2 મેડલ જીત્યા છે. સ્ટાર શૂટર મનુ ભાકરે આ બંને મેડલ શૂટિંગમાં મેળવ્યા છે. સિંગલ્સ મેચમાં તેને પહેલો મળ્યો હતો. પછી ઓલિમ્પિકના ચોથા દિવસે, તેણે મિશ્રિત ટીમ ઈવેન્ટમાં સરબજોત સિંહ સાથે મેળવ્યો હતો. જે બાદ આજે છઠ્ઠા દિવસે (1લી ઓગસ્ટ) ભારતને વધુ એક મેડલ મળવાની આશા છે. આજે બપોરે 1.00 વાગ્યે, સ્વપ્નિલ કુસાલ શૂટિંગમાં પુરુષોની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશવા જઇ રહ્યો છે. તેની પાસે દેશ માટે ત્રીજો મેડલ મેળવવાની તક છે.
આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, SC-ST અનામતમાં સબ-કેટેગરીને આપી માન્યતા
આજે છઠ્ઠા દિવસે ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ
ગોલ્ફ: પુરુષોની વ્યક્તિગત ફાઇનલ: ગગનજીત ભુલ્લર અને શુભંકર શર્મા – બપોરે 12.30 કલાકે.
શૂટિંગ: પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ (ફાઇનલ): સ્વપ્નિલ કુસલે – બપોરે 1.00 કલાકે
મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ (ક્વોલિફિકેશન): સિફ્ટ કૌર સમરા અને અંજુમ મોદગીલ – બપોરે 3.30 કલાકે.
હોકી: ભારત વિ બેલ્જિયમ (ગ્રુપ સ્ટેજ મેચ): બપોરે 1.30 કલાકે.
બોક્સિંગ: વિમેન્સ ફ્લાયવેટ (પ્રી-ક્વાર્ટર ફાઈનલ): નિખાત ઝરીન વિ યુ વુ (ચીન) – બપોરે 2.30 કલાકે.
તીરંદાજી: પુરુષોની વ્યક્તિગત (1/32 એલિમિનેશન): પ્રવીણ જાધવ વિ કાઓ વેન્ચાઓ (ચીન) – બપોરે 2.31 કલાકે
પુરુષોની વ્યક્તિગત (1/16 એલિમિનેશન): બપોરે 3.10 વાગ્યાથી.
ટેબલ ટેનિસ: મહિલા સિંગલ્સ (ક્વાર્ટર ફાઈનલ): બપોરે 1.30 વાગ્યાથી.
નૌકાયન : પુરુષોની ડીંગી રેસ વન: વિષ્ણુ સર્વનન: બપોરે 3.45 કલાકે
પુરુષોની ડીંગી રેસ 2: વિષ્ણુ સરવણન: રેસ 1 પછી
મહિલાઓની ડીંગી રેસ વન: નેત્રા કુમાનન: સાંજે 7.05 કલાકે
મહિલા ડીંગી રેસ ટુ: નેત્રા કુમાનન – રેસ 1 પછી.
બેડમિન્ટન: સાંજે 4.30 કલાકે: લક્ષ્ય સેન વિ એચએસ પ્રણય (મેન્સ સિંગલ રાઉન્ડ ઓફ 16)
સાંજે 4.30: સાત્વિક-ચિરાગ (મેન્સ ડબલ્સ ક્વાર્ટર-ફાઇનલ)
રાત્રે 10.00 કલાકે: પીવી સિંધુ (વિમેન્સ સિંગલ રાઉન્ડ ઓફ 16)
Day 6️⃣ Schedule of 🇫🇷#ParisOlympics2024 is OUT!#TeamIndia is all set to feature in several disciplines from🥊#Boxing to #Sailing to🎯#Archery and🔫 #Shooting. 3️⃣🎖️events in #Athletics are also slated to take place tomorrow.
Name the events you are most excited to witness on… pic.twitter.com/2Yy2zv4k0G
— SAI Media (@Media_SAI) July 31, 2024
આ પણ વાંચો : હિમાચલના નિરમંડ, મંડી અને કુલ્લુમાં વાદળ ફાટવાથી તબાહી, અનેક સ્થળોએ ભૂસ્ખલન, 40થી વધુ લોકો ગુમ