ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

‘પેપર લીકેજ આઉટસાઇડ, વોટર લીકેજ ઇનસાઇડ’ સંસદની નવી બિલ્ડિંગનો સાંસદે શેર કર્યો વીડિયો

  • તમિલનાડુની વિરુધુનગર લોકસભા બેઠકના કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે કર્યો પ્રહાર 

નવી દિલ્હી, 1 ઓગસ્ટ: તમિલનાડુની વિરુધુનગર લોકસભા બેઠકના કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોર દ્વારા પોસ્ટ કરવામાં આવેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શેર કરવામાં આવેલા આ વીડિયોમાં સંસદની નવી બિલ્ડિંગની અંદર પાણી લીકેજ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, છતમાંથી પાણી લીક થઈ રહ્યું છે અને નીચે પડતા પાણીને ફેલાતા અટકાવવા માટે ફ્લોર પર ડોલ મુકવામાં આવી છે.

 

કોંગ્રેસ નેતા પોસ્ટ કરેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ 

કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરતાં સાથે લખ્યું કે, “પેપર લીકેજ આઉટસાઇડ, વોટર લીકેજ ઇનસાઇડ. રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવાતા સંસદની લોબીમાં તાજેતરનું પાણી લીકેજ, નવી બિલ્ડિંગમાં હવામાન સંબંધિત સમસ્યાઓને હાઇલાઇટ કરે છે, જે હજી પૂર્ણ થવાની બાકી છે.” આ મુદ્દા પર લોકસભામાં સ્થગન પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.  કોંગ્રેસ નેતાએ વીડિયો પોસ્ટ કર્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ આ ઘટના પર વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે.

અખિલેશ યાદવે સંસદની નવી બિલ્ડિંગને જૂની કરતાં સારી ગણાવી 

Akhilesh Yadav
@Akhilesh Yadav

દરિયો બની દિલ્હી

દિલ્હી માટે વરસાદ ફરી એકવાર આફત બની ગયો છે. દિલ્હીમાં બુધવાર સાંજથી શરૂ થયેલો વરસાદ રાતભર ચાલુ રહ્યો, જેના પછી દિલ્હીના સરિતા વિહાર, દરિયાગંજ, પ્રગતિ મેદાન અને આઈટીઓ સહિત ઘણા વિસ્તારો તળાવમાં ફેરવાઈ ગયા. ગુરુવારે સવારે પણ તેની અસર જોવા મળી હતી અને આજે ગુરુવારે પણ દિલ્હીના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયેલા જોવા મળ્યા હતા.

ગુરુવારે સવારથી જ માર્ગો પર પાણી ભરાવાના કારણે વાહનોની અવરજવર જોવા મળી હતી. વરસાદના કારણે બગડેલી સ્થિતિને કારણે દિલ્હીમાં આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન કેટલીક કોલેજો પણ બંધ રહેશે.

દિલ્હીમાં મોડી રાત્રે પડેલા વરસાદને કારણે બે લોકોના મૃત્યુ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, 22 વર્ષીય તનુજા અને તેનો ત્રણ વર્ષનો પુત્ર પ્રિયાંશ ગાઝીપુર વિસ્તારમાં ખોડા કોલોની પાસે આવેલા સાપ્તાહિક બજારમાં ગયા હતા. આ દરમિયાન તે લપસીને નાળામાં પડી ગયો હતો. અધિકારીએ જણાવ્યું કે બંનેને ડાઇવર્સ અને ક્રેનની મદદથી બચાવી લેવામાં આવ્યા અને લાલ બહાદુર શાસ્ત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ સિવાય ગુરુગ્રામમાં ભારે વરસાદ બાદ હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવતા 3 લોકોના મોત થયા છે. બુધવારે મોડી રાત્રે 10 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી.

આ પણ જૂઓ: પૂર્વ ક્રિકેટર અને કોચ અંશુમન ગાયકવાડનું નિધન, પીએમ મોદી, ગૃહમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

Back to top button