હિમાચલના નિરમંડ, મંડી અને કુલ્લુમાં વાદળ ફાટવાથી તબાહી, અનેક સ્થળોએ ભૂસ્ખલન, 40થી વધુ લોકો ગુમ
શિમલા, 1 ઓગસ્ટ : હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. કુલ્લુના નિરમંડ બ્લોક, કુલ્લુના મલાના અને મંડી જિલ્લાના વિસ્તારોમાં વાદળ ફાટ્યું હતું. વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો છે. અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન થયું છે. ત્રણેય જગ્યાએથી લગભગ 40 જેટલા લોકો ગુમ થયા છે. 35 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. વાદળ ફાટવાની ઘટના બાદ આજે મંડી વિસ્તારની તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. ડીસીએ આદેશ જારી કર્યા છે.
મંડીના થલતુખોડમાં રોડ કનેક્ટિવિટી પણ ઠપ્પ
મંડીના થલતુખોડમાં મધરાતે વાદળ ફાટતા ભારે તારાજી સર્જાઈ હતી. અહીં મકાન તૂટી પડવાની માહિતી સામે આવી છે. રોડ કનેક્ટિવિટી પણ ઠપ્પ થઈ ગઈ છે. SDRF સહિત અન્ય ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. થલતુખોડ પંચાયતના વડા કાલી રામે જણાવ્યું હતું કે તેરાંગ અને રાજબન ગામમાં વાદળ ફાટવાની ઘટના બની છે. આ ઘટનામાં ઘણા લોકો ગુમ છે. ત્રણ મકાનો ધોવાઈ ગયા હોવાના અહેવાલ છે.
Horrific scenes emerging from various parts of Himachal Pradesh. The building of Shat Sabji Mandi in Manikaran collapsed after being hit by heavy rains.#HimachalPradesh pic.twitter.com/NCYStzKadZ
— Nikhil saini (@iNikhilsaini) August 1, 2024
એરફોર્સને એલર્ટ કરાઈ
પધાર સબ ડિવિઝનના થલતુખોડમાં વાદળ ફાટવાની ઘટનામાં નવ લોકો ગુમ થયાની માહિતી મળી છે, એક લાશ મળી આવી છે. જ્યારે 35 સલામત છે. મંડી જિલ્લા પ્રશાસને બચાવ માટે એરફોર્સને એલર્ટ કરી દીધી છે. જ્યારે મદદની જરૂર પડશે ત્યારે સેવાઓ માંગવામાં આવશે. એનડીઆરએફને પણ મદદ માટે વિનંતી કરવામાં આવી છે. ડીસી અપૂર્વ દેવગન અને બચાવ ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં પગપાળા જઈ રહી છે. સ્થળ પર હાજર સ્થાનિક પ્રશાસન રાહત કાર્યમાં લાગેલું છે. તૂટેલા રસ્તાઓને કારણે સ્થળ પર પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.
શિમલા-કુલુ બોર્ડર પર ભારે તબાહી
આ સિવાય શિમલા-કુલુ બોર્ડર પર વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ છે. અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન થયું છે. ઘણા લોકો લાપતા હોવાના અહેવાલ છે. રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. SDRFની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, કુલ્લુના નિર્મંડ વિસ્તારમાં વાદળ ફાટ્યું છે. જેના કારણે ભારે નુકશાન થયું છે. 19 લોકો ગુમ થયાના અહેવાલ છે. નિર્મંદ બ્લોકના ઝાકરીમાં સમેજ ખાડમાં હાઈડ્રો પ્રોજેક્ટ નજીક વાદળ ફાટ્યું હોવાની માહિતી મળી છે. ડેપ્યુટી કમિશનર અનુપમ કશ્યપ અને પોલીસ અધિક્ષક સંજીવ ગાંધી પણ ઘટના સ્થળે રવાના થઈ ગયા છે.
#कुल्लू : जिले में श्रीखण्ड की पहाड़ियों में बादल फटने से कुर्पण, समेज़ और गानवी खड्ड में आई भयंकर बाढ़।
▫️समेेज में एक जल विद्युत परियोजना में कार्यरत भवन में सो रहे लोग भवन समेत बहने की सूचना, खोज जारी। #himachalnews #kullunews #kullu #shrikhand #CloudBurst #landslide pic.twitter.com/MHGQBHnJHN
— DD News Himachal (@DDNewsHimachal) August 1, 2024
ઘણી જગ્યાએ રસ્તો બંધ હોવાને કારણે બે કિલોમીટર ચાલીને ટિમો પહોંચી રહી છે ઘટનાસ્થળે
ડેપ્યુટી કમિશનર અનુપમ કશ્યપે જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાની સાથે જ NDSRFની ટીમ, પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે. તેમણે કહ્યું કે વાદળ ફાટવાથી પ્રભાવિત વિસ્તારમાંથી 19 લોકો ગુમ થયાના અહેવાલ છે. એસડીએમ રામપુર નિશાંત તોમર ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. ઘણી જગ્યાએ રસ્તો બંધ હોવાને કારણે ટીમ બે કિલોમીટર ચાલીને સ્થળ પર પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.ડેપ્યુટી કમિશનર અનુપમ કશ્યપે જણાવ્યું કે રેસ્ક્યુ ટીમમાં ITBP, સ્પેશિયલ હોમગાર્ડ ટુકડીને પણ સામેલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તમામ ટીમો સાથે મળીને બચાવ કાર્યમાં કામ કરી રહી છે. બચાવ કામગીરીમાં એમ્બ્યુલન્સ સહિત તમામ પાયાની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મલાના વન અને બે પાવર પ્રોજેક્ટને ભારે નુકસાન
કુલ્લુ જિલ્લાના મલાના નાળામાં ભારે વરસાદ દરમિયાન વાદળ ફાટવાને કારણે મલાના વન અને મલાના બે પાવર પ્રોજેક્ટને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદ બાદ પાર્વતી નદીનું જળસ્તર પણ ખતરાના નિશાનથી ઉપર વધી ગયું છે. જિયા, ભુંતર સહિત નદી કિનારે આવેલા તમામ વિસ્તારોના લોકોને તેમના ઘર ખાલી કરીને સલામત સ્થળે જવા માટે અપીલ કરવામાં આવી છે. આ સાથે વ્યાસ અને તીર્થન નદીઓમાં પણ પાણીની સપાટી વધી છે. દરેકને નદીઓ અને નાળાઓથી સુરક્ષિત સ્થળોએ રહેવાની અપીલ કરવામાં આવી છે.કુલ્લુ જિલ્લાના નિર્મંડ વિસ્તારના બાગીપુલમાં 8-10 ઘરો ધોવાઈ ગયા છે. જેમાં પટવાર ફૂડ, હોટલ, દુકાનોનો પણ સમાવેશ થાય છે. બાગીપુલમાં સાતથી દસ લોકો ગુમ થયાના અહેવાલ છે. જેમાં એક જ પરિવારના સાત લોકો ગુમ હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો : રેકોર્ડ સાથે ઓગસ્ટની શરૂઆત, સેન્સેક્સ 82 હજારને તો નિફ્ટી પણ 25000ને પાર