દિલ્હી કોચિંગ દુર્ઘટના: SUV ડ્રાઈવર સહિત 5 આરોપીઓને ના મળ્યા જામીન, જાણો શું છે આરોપો?
- SUV ડ્રાઈવર મનુજ કથુરિયા પર આરોપ છે કે જે રસ્તા પર પાણી ભરાયેલું હતું ત્યાંથી તેણે તે SUVને ચલાવી અને આ ગાડીની સ્પીડ વધુ હોવાને કારણે કોચિંગ સેન્ટરનો દરવાજો ટૂટ્યો અને પાણી ભરાઈ ગયું હતું
દિલ્હી, 31 જુલાઈ: રાજેન્દ્ર નાગર રાવ આઈએએસ કોચિંગ સેન્ટરમાં મૃત્યુના કેસમાં દિલ્હીની એક અદાલતે એસયુવી ડ્રાઈવર અને અન્ય ચાર આરોપીઓને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. દિલ્હી પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી છે. આ એસયુવીના ડ્રાઈવર મનુજ કથુરિયા પર આરોપ છે કે જે રસ્તા પર પાણી ભરાયેલું હતું ત્યાંથી તેણે તે SUVને ચલાવી અને આ ગાડીની સ્પીડ વધુ હોવાને કારણે કોચિંગ સેન્ટરનો દરવાજો ટૂટ્યો અને પાણી ભરાઈ ગયું હતું.
દિલ્હીની તીસ હજારી કોર્ટે SUV ડ્રાઈવરો મનુજ કથુરિયા, તેજિંદર, હરવિંદર, પરવિંદર અને સરબજીતની જામીન અરજી ફગાવી દીધી છે. તીસ હજારી કોર્ટે મનુજ કથુરિયાની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરવાના નિર્દેશોની માંગ કરતી અરજી પર તપાસ અધિકારી પાસેથી જવાબ માંગ્યો છે. કેસની આગામી સુનાવણી 7 ઓગસ્ટે થશે.
કોર્ટે નિર્ણય રાખ્યો હતો અનામત
અગાઉ મંગળવારે, કોર્ટે કોચિંગ અકસ્માત કેસમાં ધરપકડ કરાયેલ SUV કાર ડ્રાઇવર અને ચાર ભોંયરાના સહ-માલિકોની જામીન અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
આ પણ વાંચો: ખાન સરના કોચિંગ સેન્ટર પર તપાસ માટે પહોંચી ટીમ, કાગળો બતાવવા માટે માંગ્યો સમય
ડ્રાઇવરના વકીલે આપી આ દલીલો?
ડ્રાઇવર મનુજ કથુરિયા શનિવારે તેની એસયુવીમાં વરસાદી પાણીથી ભરેલા રસ્તા પરથી પસાર થયો હતો. વાહન પસાર થયા બાદ પાણીના દબાણને કારણે ત્રણ માળની ઈમારતના દરવાજા તૂટી ગયા હતા અને ભોંયરામાં પાણી ભરાઈ ગયા હતા. કથુરિયાના વકીલ રાકેશ મલ્હોત્રાએ તેમના જામીનની વિનંતી કરતાં કહ્યું હતું કે શું થવાનું છે તે અંગે તેઓ જાણતા ન હતા અથવા તેઓ આ ઘટનાને અંજામ આપવાનો ઇરાદો ધરાવતા ન હતા.
મલ્હોત્રાએ કહ્યું કે પાણી ભરાયેલા વિસ્તારમાં વાહન ચલાવવું ખૂબ મુશ્કેલ છે. કમનસીબ ઘટનાનું કારણ શું? પહેલું કારણ એ છે કે લાયબ્રેરી કોઈ અન્ય કામ માટે નિર્ધારિત જગ્યાએ ચાલી રહી છે અને બીજું કારણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન, દિલ્હી જલ બોર્ડ વગેરેની પાણીનો ભરાવો અટકાવવામાં નિષ્ફળતા છે. મલ્હોત્રાએ વધુમાં દલીલ કરતા કહ્યું કે પાણી ભરાયેલા વિસ્તારમાં ગાડી ચલાવવી ખૂબજ મુશ્કેલ હોય છે. દુર્ધટના બનવાનું કારણ શું છે? પહેલું કારણ એ કે કોઈ બીજા કામ માટે નક્કી થયેલી જગ્યાએ લાયબ્રેરી ચલાવવી અને બીજુ કારણએ કે દિલ્હી નગર નિગમ કે દિલ્હી જળ બોર્ડ પાણીના ભરાવાને રોકવામાં નિષ્ફળ ગયા.
આ પણ વાંચો: UPSC વિદ્યાર્થીઓના મોત મામલે દિલ્હી સરકારને ફટકાર, HCએ પૂછ્યું- MCDના કેટલા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી?