ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નકલી આયુષ્માન કાર્ડ બનાવવાના કેસમાં હિમાચલમાં ED ના દરોડા

  • હિમાચલ પ્રદેશમાં EDએ કોંગ્રેસના ધારાસભ્ય આરએસ બાલી અને દેહરાના કોંગ્રેસી નેતા ડો.રાજેશ શર્માની હોસ્પિટલ પર દરોડા પાડ્યા છે

હિમાચલ પ્રદેશ, 31 જુલાઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કાંગડા, ઉના, શિમલા, મંડી, કુલ્લુ સહિત દિલ્હી, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે. આ દરોડા નકલી આયુષ્માન ભારત AB-PMJAY આઈડી કાર્ડ બનાવવા અને બાંકે બિહારી હોસ્પિટલ, ફોર્ટિસ હોસ્પિટલ સહિત કેટલીક હોસ્પિટલો સામે સ્કીમના ઉલ્લંઘનને લગતા કેસમાં પાડવામાં આવી રહ્યા છે.

નકલી આયુષ્માન ભારત AB-PMJAY આઈડી કાર્ડ બનાવી સરકારની તિજોરીને પહોંચાડવામાં આવી રહ્યું છે નુકસાન

આવા નકલી કાર્ડ પર અનેક મેડિકલ બિલ બનાવવામાં આવ્યા છે, જેનાથી સરકારી તિજોરી અને જનતાને નુકસાન થઈ રહ્યું છે. હિમાચલ પ્રદેશના નગરોટાના કોંગ્રેસના ધારાસભ્ય આર.એસ. બાલી, હિમાચલ પ્રદેશ પ્રવાસન વિકાસ નિગમના અધ્યક્ષ અને હિમાચલ પ્રદેશ પ્રવાસન વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ અને કાંગડાની શ્રી બાલાજી હોસ્પિટલના ડૉ. રાજેશ શર્માના નામ પણ છેતરપિંડીમાં પ્રકાશમાં આવ્યા છે અને તેમની જગ્યાઓ પર પણ ED તપાસ કરી રહી છે.

હિમાચલ પ્રદેશના ઉનામાં નોંધ્યો હતો વિજિલન્સેનો કેસ

આયુષ્માન ભારત યોજના સાથે જોડાયેલા કૌભાંડમાં હિમાચલ પ્રદેશના ઉનામાં વિજિલન્સનો કેસ નોંધ્યો હતો, ત્યાર બાદ આ કેસ ED એ તેના હાથમાં લીધો હતો.

કાંગડા ઉપરાંત શિમલા અને મંડીમાં પણ કરવામાં આવી રહી છે કાર્યવાહી

ઉના અને કાંગડા ઉપરાંત EDની ટીમે શિમલા અને મંડીમાં પણ કાર્યવાહી કરી છે અને બાંકે બિહારી હોસ્પિટલ, ફોર્ટિસ હોસ્પિટલ સહિત અન્ય ખાનગી સંસ્થાઓની તપાસ કરવામાં આવી રહી છે. ઉનામાં વહેલી સવારે EDએ બે જગ્યાએ દરોડા પાડ્યા છે, ટીમ ખાનગી હોસ્પિટલની સાથે હોસ્પિટલના સંચાલકના ઘરે પણ પહોંચી છે. પંજાબના નાંગલમાં કર્મચારીના ઘરે પણ દરોડા પાડ્યા, આ તમામને આયુષ્માન ભારત યોજનાના નકલી કાર્ડ બનાવીને છેડછાડના આરોપોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આયુષ્માન ભારત યોજનામાં ગોટાળો કરનારા આરોપીઓના ઘરે ED પાડી રહી છે દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આયુષ્માન ભારત યોજનામાં ગોટાળાના આરોપોને લઈને બુધવારે સવારે ઉના જિલ્લા મુખ્યાલયની એક ખાનગી હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા. જો કે, આ દરોડો માત્ર હોસ્પિટલ પરિસરમાં જ નહીં પરંતુ મહેતપુર-બસદેહરામાં હોસ્પિટલ સંચાલકના ઘરે અને પંજાબના નાંગલમાં હોસ્પિટલના એક કર્મચારીના ઘરે પણ પાડવામાં આવ્યો હતો.

ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ ટીમોએ સાથે મળીને કાર્યવાહી કરી શરૂ

બુધવારે સવારે, ડિરેક્ટોરેટ ઑફ એન્ફોર્સમેન્ટ ટીમોએ ત્રણેય સ્થળોએ એક સાથે કાર્યવાહી શરૂ કરી છે. આ મામલો આયુષ્માન ભારત યોજનાની હેરાફેરી સાથે સંબંધિત હોવાનું કહેવાય છે, જેના કારણે 23 જાન્યુઆરી, 2023 ના રોજ, હિમાચલ પ્રદેશ રાજ્ય તકેદારી અને ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા આ હોસ્પિટલ મેનેજમેન્ટ સામે છેતરપિંડીના આરોપમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.

EDના દરોડાના સમાચાર ફેલાતા જ સમગ્ર જિલ્લામાં મચી ગયો ખળભળાટ

બીજી તરફ EDના દરોડાના સમાચાર ફેલાતા જ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રની સંસ્થાઓમાં લોકો આ દરોડાની માહિતી મેળવવા સતત પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર આ કેસમાં દિલ્હી, ચંદીગઢ સહિત હિમાચલ પ્રદેશના કાંગડા, ઉના, શિમલા, મંડી અને કલ્લુમાં 19 સ્થળોએ એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ભારતમાં હુમલો કરવામાં નિષ્ફળ ગયેલું ISIL-K રચી રહ્યું છે નવું ષડયંત્ર, સંયુક્ત રાષ્ટ્રનો ચોંકાવનારો દાવો

Back to top button