આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવિશેષશ્રી રામ મંદિર

રામલલાની સૌપ્રથમ ટપાલ ટિકિટ આ “સામ્યવાદી” દેશમાં જારી થઈ

લાઓ, 31 જુલાઈ, 2024: એક તરફ પ્રભુ શ્રી રામના પોતાના દેશ ભારતમાં કેટલાક લોકો શ્રી રામના અસ્તિત્વ સામે પ્રશ્ન ઉઠાવતા રહે છે, એટલું જ નહીં પરંતુ રામલલાના પ્રાણપ્રતિષ્ઠા સમારંભમાં પણ હાજરી નથી આપતા ત્યારે બીજી તરફ દુનિયામાં એવા દેશો પણ છે જેઓ શ્રી રામની સર્પોપરિતાનો સ્વીકાર કરે છે એટલું જ નહીં પરંતુ રામલલાના સાશ્વત અસ્તિત્વનો સ્વીકાર કરીને તેમના માનમાં ટપાલ ટિકિટ પણ બહાર પાડે છે.

વાત છે લાઓસની. દક્ષિણ પૂર્વમાં આવેલા આ ટચૂકડા દેશમાં આમ તો બૌદ્ધધર્મીઓની બહુમતી છે, પરંતુ ત્યાંથી શાસન વ્યવસ્થા ડાબેરી છે. અમે આમ છતાં સામ્યવાદી વિચારધારાની શાસન વ્યવસ્થા ધરાવતો આ દેશ દુનિયાનો પહેલો દેશ બન્યો છે જેણે શ્રી રામલલાની ટપાલ ટિકિટ જારી કરી છે. ભારત માટે આ ગૌરવ સમાન ઘટના તાજેતરમાં વિદેશપ્રધાન ડૉ. એસ. જયશંકરની લાઓસની મુલાકાત દરમિયાન બની હતી.

લાઓસની તેમની મુલાકાત દરમિયાન વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરે શનિવારે લાઓના વિદેશપ્રધાન સાથે અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરના દેવતા રામલલા દર્શાવતી ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું હતું. આ ટપાલ ટિકિટ સેટ વિશ્વની પહેલી પોસ્ટલ સ્ટેમ્પ છે જેમાં રામલલા દર્શાવવામાં આવ્યા છે. વાસ્તવમાં આ સ્ટેમ્પ સેટમાં બે સ્ટેમ્પનો સમાવેશ થાય છે – એક રામલલાની અને બીજી લાઓસની પ્રાચીન રાજધાની લુઆંગ પ્રબાંગના ભગવાન બુદ્ધની.

લાઓસ- HDNews

ભારત અને લાઓસ વચ્ચે હિંદુ અને બૌદ્ધ ધર્મના પરસ્પર સાંસ્કૃતિક વારસાની ઉજવણીના ભાગરૂપે આ ટપાલ ટિકિટોના સેટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ડૉ. જયશંકર વિએન્ટિયાનમાં 31મા આસિયાન પ્રાદેશિક મંચમાં ભાગ લેવા માટે લાઓસમાં હતા. પોસ્ટેજ સ્ટેમ્પના વિમોચન દરમિયાન લાઓસના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન સેલ્યુમક્સે કોમાસિથ તેમની સાથે જોડાયા હતા.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટમાં, વિદેશ મંત્રીએ ઉષ્માભર્યા સ્વાગત માટે કોમસિથનો આભાર માન્યો અને કહ્યું, “લાઓ પીડીઆરના નાયબ વડાપ્રધાન અને વિદેશપ્રધાન સેલ્યુમક્સાય કોમસિથ સાથે સારી મુલાકાત થઈ. ઉષ્માભર્યા આતિથ્ય માટે તેમનો આભાર.” “રામાયણ અને બૌદ્ધ ધર્મના આપણા સહિયારા સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરતી ખાસ ટપાલ ટિકિટોનો સેટ લોન્ચ કર્યો”.

ભારત અને લાઓસ વચ્ચે 10 એમઓયુ પર હસ્તાક્ષર થયા

ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે X પરની તેમની પોસ્ટમાં ભારત અને દક્ષિણ એશિયાઈ રાષ્ટ્ર લાઓસ વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, “મેકોંગ ગંગા સહકાર હેઠળ લાઓસ માટે 10 ક્વિક ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સ (QIPs) પર એમઓયુની આપ-લે અને સફળ ડિજિટલ સોલ્યુશન્સ શેર કરવામાં સહયોગ જોવા મળ્યો.”

આ પણ વાંચોઃ સરદાર પટેલ પ્રથમ વડાપ્રધાન કેમ ન બની શક્યા, ‘ફ્રીડમ એટ મિડનાઈટ’માં થશે ખુલાસો, જુઓ દમદાર ટીઝર

Back to top button