રાહુલ ગાંધીનો ટેસ્ટ થવો જોઈએ, તેઓ કોઈ ડ્રગનું સેવન કરે છે: શિવ બારાત અંગેના નિવેદન પર કંગના
- ભાજપ સાંસદ કંગના રનૌતના લોકસભામાં વિપક્ષના નેતા અને સંસદમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો
નવી દિલ્હી, 31 જુલાઇ: ભાજપ સાંસદ કંગના રનૌતે લોકસભામાં વિપક્ષના નેતા અને સંસદમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા શિવ બારાતને લઈને આપવામાં આવેલા નિવેદન પર આકરા પ્રહારો કર્યા છે. કંગના રનૌતે કહ્યું કે, “આપણી લોકશાહીમાં વડાપ્રધાન લોકતાંત્રિક રીતે ચૂંટાય છે. શું પીએમ લિંગ, ઉંમર, જાતિ અને વર્ગને ધ્યાનમાં રાખીને ચૂંટાય છે?” તેમણે વધુમાં કહ્યું હતું કે, જે લોકો આવી વાતો કરે છે તેઓ દરરોજ બંધારણને ઠેસ પહોંચાડે છે. આવતીકાલે તેઓ કહેશે કે ચામડીના રંગના આધારે વડાપ્રધાનની પસંદગી થશે. શું તેઓ લોકશાહીનું સન્માન કરતા નથી? તેઓનો(રાહુલ ગાંધી) ટેસ્ટ થવો જોઈએ, તેઓ કોઈ ડ્રગનું સેવન કરે છે.”
BIG NEWS 🚨 KANGANA RANAUT : “A drug test should be conducted on Rahul Gandhi. He makes nonsensical statements in Parliament”
She said “Rahul Gandhi is frequently int0xicated. He is under influence”
“He does comedy shows in Parliament. He does not respect the democracy. He… pic.twitter.com/dluRLJCQJE
— Times Algebra (@TimesAlgebraIND) July 30, 2024
‘સંસદમાં કોમેડી શો થયો…’
કંગનાએ વધુમાં કહ્યું કે, “ગઈકાલે પણ સંસદમાં એક કોમેડી શો કરવામાં આવ્યો હતો, તેઓમાં કોઈ ગરિમા નથી. ગઇકાલે તેઓ ત્યાં કહેતા હતા કે અમે શિવજીની બારાત છીએ અને આ ચક્રવ્યુહ છે. મને લાગે છે કે, તેઓનો ટેસ્ટ થવો જોઈએ કે તેઓ કોઈ ડ્રગનું સેવન કરે છે.”
કંગના રનૌતે આગળ કહ્યું કે, ” જે સ્થિતિમાં તેઓ સંસદમાં પહોંચીને ભાન વગરની વાતો કરે છે તે જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. સંસદમાં તેમણે હતું કે આ જે કોમ્પિટિશન છે, તે શિવજીની બારાત અને ચક્રવ્યૂહમાં છે, શું વાત પરથી નથી લાગતું કે કોઈ માણસનો ડ્રગ ટેસ્ટ થવો જોઈએ? મને લાગે છે કે, તપાસ થવી જોઈએ. કાં તો તે નશામાં અથવા ડ્રગ્સના પ્રભાવ હેઠળ છે. શું કોઈ માણસ પૂરતા ભાનમાં આવી વાતો કરે છે.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
લોકસભામાં રાહુલ ગાંધીએ કેન્દ્રીય બજેટની તુલના મહાભારતના ચક્રવ્યુહ સાથે કરી હતી, જેમાં ચક્રવ્યુહમાં ફસાઈને અભિમન્યુનું મૃત્યુ થયું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “જે ‘ચક્રવ્યુહ’ બનાવવામાં આવ્યું છે તેનાથી કરોડો લોકોને નુકસાન થયું છે. અમે આ ચક્રવ્યૂહને તોડી નાખીશું. તેને તોડવાનો સૌથી મોટો રસ્તો જાતિની વસ્તી ગણતરી છે. જેનાથી તમે બધા ડરો છો. INDIA બ્લોક આ સદનમાં બાંયધરીયુક્ત કાનૂની MSP પસાર કરશે. આ જ સદનમાં જાતિની વસ્તી ગણતરી અમે પાસ કરાવીને તમને બતાવીશું”
આ પણ જૂઓ: દેશમાં મહિલા સંચાલિત MSME ઉદ્યોગોમાં જાણો ગુજરાતનો કયો છે નંબર