અમદાવાદ: સાયબર ક્રાઈમની ફરિયાદ માટેની હેલ્પલાઈનની ઓટો વોઈસ સિસ્ટમ સામે સવાલ ઉભા થયા
- ઓટો વોઈસ સિસ્ટમને લઈને ભોગ બનનારા લોકોમાં નારાજગી
- અઢીથી ત્રણ મિનીટ બાદ સામે સાયબર સેલના પ્રતિનિધી સાથે વાત થઈ શકે છે
- ફોન કરતા ઓછામાં ઓછી અઢી કે 3 મિનિટ માટે ધીરજ ધરવી પડશે
અમદાવાદમાં સાયબર ક્રાઈમની ફરિયાદ માટેની હેલ્પલાઈનની ઓટો વોઈસ સિસ્ટમ સામે સવાલ ઉભા થયા છે. જેમાં સાઇબર ક્રાઈમ પર એક્શન લેવા શરૂ થયેલી હેલ્પલાઈન નંબર પર સવાલો કરતી સિસ્ટમ સામે સવાલ છે. ઓટો સિસ્ટમના કારણે 3 મિનિટ સુધી અલગ અલગ નંબર ડાયલ કર્યા બાદ મુખ્ય વાત સંભળાય છે. ફરિયાદીની સરળતા અને ફેક કોલ રોકવા સિસ્ટમ શરૂ કર્યાનો સાયબર સેલનો બચાવ છે.
આ પણ વાંચો: દેશમાં મહિલા સંચાલિત MSME ઉદ્યોગોમાં જાણો ગુજરાતનો કયો છે નંબર
ફોન કરતા ઓછામાં ઓછી અઢી કે 3 મિનિટ માટે ધીરજ ધરવી પડશે
જો તમે સાયબર ક્રાઈમને લઈને ભોગ બન્યા હોય અને તમારે તાત્કાલિક ફ્રોડમાં ગુમાવેલા નાણા અંગે કે તમારા એકાઉન્ટના હેકીંગ વિશે સાયબર સેલમાં ફરિયાદ કરવી હોય તો ઓછામાં ઓછા 3 મિનિટ માટે રેપિડ રાઉન્ડ જેવી સિસ્ટમને સહન કરવા તૈયાર થઈ જશો. કેમ સાયબર સેલે આપેલા નંબર પર ફરિયાદ નોધાવવા માટે તાત્કાલિક નહી પણ ઓછામાં ઓછી અઢી કે 3 મિનિટ માટે ધીરજ ધરવી પડશે. સાયબર ક્રાઈમની ફરિયાદ લઈ તત્કાળ એક્શન લેવા માટે શરૂ થયેલી હેલ્પલાઈનની ઓટો વોઈસ સિસ્ટમ સામે હવે સવાલ થઈ રહ્યા છે.
અઢીથી ત્રણ મિનીટ બાદ સામે સાયબર સેલના પ્રતિનિધી સાથે વાત થઈ શકે છે
1930 હેલ્પલાઈન છે કે, મોબાઈલ કંપનીનો કસ્ટમર કેર નંબર? તેવી ચર્ચા પરેશાન લોકોમાં થઈ રહી છે. આ નંબર પર ભોગ બનનારા કોલ કરે ત્યારે જૂદા જૂદા ઓટો વોઈસ સિસ્ટમ અને ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ અઢીથી ત્રણ મિનીટ બાદ સામે સાયબર સેલના પ્રતિનિધી સાથે વાત થઈ શકે છે. બીજી તરફ સાયબર સેલના અધિકારીઓ પોતાનો બચાવ કરતા આ સિસ્ટમ લોકોની સરળતા માટે ઉભી કર્યાનો દાવો કરી રહ્યા છે. સાયબર ક્રાઈમને રોકવા અને ત્વરીત એક્શન લેવા માટે કેન્દ્રીય ગૃહવિભાગે 15520 હેલ્પલાઈન નંબરની જગ્યાએ 2022માં નેશનલ સાયબર હેલ્પલાઈન નંબર 1930ની સેવા શરૂ કરી હતી. આ હેલ્પલાઈનું સુકાન દરેક રાજ્યના સાયબર સેલને સોંપવામાં આવ્યું હતું. ખાસ કરી હેલ્પલાઈનનો હેતું એવો હતો કે, કોઈના ખાતામાંથી ઓનલાઈન ફ્રોડ કરી સાયબર ઠગોએ બીજા ખાતામાં ટ્રાન્સફર કરેલી રકમ રોકવાનો હતો.
ઓટો વોઈસ સિસ્ટમને લઈને ભોગ બનનારા લોકોમાં નારાજગી
પોલીસ દ્વારા સાયબર ક્રાઈમનો ભોગ બનેલા વ્યક્તિના નાણાં જે ખાતામાં ગયા હોય તે ખાતાને ફ્રીઝ કરવામાં આવતું હતું. જેથી ફ્રીઝ કરેલા બેંક ખાતામાંથી ભોગ બનનારની રકમ પરત લાવી શકાય. અગાઉ આ હેલ્પલાઈન પર તમે કોલ કરો એટલે તુરત જ પોલીસ અધિકારી તમારી સાથે વાત કરી તમારી ફરિયાદ લઈને એક્શન લેતા હતા. જો કે, છેલ્લા કેટલાક સમયથી આ હેલ્પલાઈનમાં સાયબર સેલે ગોઠવેલી ઓટો વોઈસ સિસ્ટમને લઈને ભોગ બનનારા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે .