દેશમાં મહિલા સંચાલિત MSME ઉદ્યોગોમાં જાણો ગુજરાતનો કયો છે નંબર
- પ્રતિવર્ષ MSME સેક્ટરમાં મહિલાઓનુ રજિસ્ટ્રેશન વધી રહ્યાનું ચિત્ર રજૂ થયુ
- ત્રણ વર્ષમાં દેશમાં સૌથી વધુ મહિલા ઉદ્યમીઓ મહારાષ્ટ્રમાં નોંધાયાનું જાહેર થયુ
- કૃષિ સિવાયના નાના વેપાર-ઉદ્યોગમાં મહિલા ઉદ્યમીઓની ગેરહાજરી
દેશમાં મહિલા સંચાલિત MSME ઉદ્યોગોમાં જાણો ગુજરાતનો નંબર કયો છે. જેમાં કૃષિ સિવાયના નાના વેપાર-ઉદ્યોગમાં મહિલા ઉદ્યમીઓની ગેરહાજરી જોવા મળી છે. ગુજરાત કરતાં મણિપુર, જમ્મુ અને કાશ્મીર, પંજાબ જેવાં રાજ્યોમાં જેટ વિમાનની ગતિએ મહિલાને છૂટ છે. ભારતમાં મહિલા દ્વારા સંચાલિત MSMEના દેખાવમાં ગુજરાત છેક પાંચમા ક્રમે રહ્યુ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં AMCના સ્ટોલમાં પણ ખરાબ ફૂડ મળતું હોવાની ફરિયાદો
ત્રણ વર્ષમાં દેશમાં સૌથી વધુ મહિલા ઉદ્યમીઓ મહારાષ્ટ્રમાં નોંધાયાનું જાહેર થયુ
આત્મનિર્ભર મહિલા, મહિલા સશક્તિકરણ, ઉદ્યોગ સાહસિકતાના દાવાઓ વચ્ચે ગુજરાતમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો- MSME સેક્ટરમાં મહિલા ઉદ્યમીઓને ભારતના અન્ય રાજ્યોની તુલનાએ સ્વતંત્રતા અને પ્રોત્સાહનો મળી રહ્યા છે તો પણ ભારતમાં મહિલા દ્વારા સંચાલિત MSMEના દેખાવમાં ગુજરાત છેક પાંચમા ક્રમે રહ્યુ છે. રાજ્યસભામાં પ્રસ્તૃત થયેલા અહેવાલમાં ત્રણ વર્ષમાં દેશમાં સૌથી વધુ મહિલા ઉદ્યમીઓ મહારાષ્ટ્રમાં નોંધાયાનું જાહેર થયુ છે. દેશમાં મહિલાના નેતૃત્વમાં સંચાલિત 46,91,577 MSME ત્રણ વર્ષમાં નોંધાયા છે. જે પૈકી ગુજરાતમાં માત્ર 2,36,681 એકમો અર્થાત સમગ્ર દેશના 0.50 ટકા MSME છે. જે સ્વંય સિધ્ધ કરે છે કે ગુજરાતમાં કૃષિ સિવાયના નાના વેપાર- ઉદ્યોગમાં સ્વરોજગારી ક્ષેત્રે મહિલા ઉદ્યમીઓની ભારે ગેરહાજરી છે. જે અત્યંત ચિંતારૂપ અને નિરાશાજનક હોવાનું કહેવાય છે.
પ્રતિવર્ષ MSME સેક્ટરમાં મહિલાઓનુ રજિસ્ટ્રેશન વધી રહ્યાનું ચિત્ર રજૂ થયુ
આ સ્થિતિ પાછળ સરકારની સુરક્ષિત અને અનુકૂળ સ્વરોજગાર સર્જન માટે વાતાવરણ પુરૂ પાડે તેવી નીતિઓનો અભાવ એટલો જ કારણભૂત હોવાનો તજજ્ઞોનો મત છે. રાજ્યસભામાં જાહેર થયેલા અહેવાલમાં ગુજરાત કરતા મણીપુર, જમ્મુ કાશ્મીર, પંજાબ જેવા રાજ્યોમાં જેટ વિમાનની ગતિએ પ્રતિવર્ષ MSME સેક્ટરમાં મહિલાઓનુ રજિસ્ટ્રેશન વધી રહ્યાનું ચિત્ર રજૂ થયુ છે. આ રાજ્યોમાં વર્ષ 2021-22ની તુલનાએે માત્ર એક જ વર્ષના અંતરાલ પછીના વર્ષ 23-24માં ચાર ગણી સંખ્યામાં મહિલા ઉદ્યામીઓની નોંધણી વધી છે. જે સ્વંય સ્પષ્ટ કરે છે કે ગુજરાત સિવાયના રાજ્યોમાં મહિલાને કેવા પ્રકારની તક અને પ્રોત્સાહનો ઉપલબ્ધ થઈ રહ્યા છે. MSMEમાં મહિલા ઉદ્યમીઓની નોંધણીમાં ગુજરાત કરતા મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યો આગળ છે. ઉલ્લેખનિય છે કે, ગતવર્ષે ભારત સરકારે MSME ક્ષેત્રે ગુજરાતમાં મહિલા કર્મચારીઓ અર્થાત રોજગારીની સ્થિતિ માત્ર 9.40 ટકા જ હોવાનું જાહેર કર્યુ હતુ. જે રાષ્ટ્રીય સરેરાશ કરતા અડધી હતી.