ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ અને ગાંધીનગરમાં CID ક્રાઇમે 30થી વધુ સ્થળોએ પાડ્યા દરોડા

Text To Speech
  • દેહ વેપાર અને અન્ય અસામજિત પ્રવૃતિઓને અટકાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી
  • હોટેલ અને સ્પાની આડમાં ગેરકાયદેસર પ્રવૃતિઓના કિસ્સાઓ સામે આવ્યા
  • અલગ-અલગ ટીમો બનાવી જુદી-જુદી હોટેલ અને સ્પા પર તપાસ હાથ ધરી

અમદાવાદ અને ગાંધીનગરમાં CID ક્રાઇમે 30થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. વિદેશી લોકો દેહ વેપારમાં હોવાની શક્યતા છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગેરકાયદેસર ઘંઘાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે ગાંધીનગર CID ક્રાઈમની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ દરોડા પાડીને ગેરકાયેદસર ચાલતી પ્રવૃતિનો પ્રર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. જેને લઈ CID ક્રાઈમની ટીમ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આ વિસ્તારો માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી

અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ 30થી વધુ સ્થળો પર CID ક્રાઈમની ટીમે દરોડા પાડ્યા

અમદાવાદ અને ગાંધીનગરમાં CID ક્રાઇમની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં હોટેલ અને સ્પાની આડમાં ચાલતા હોવાની શંકાએ હોવાથી તપાસ હાથ ધરવામાં આવી છે. CID ક્રાઈમની ટીમે અલગ-અલગ ટીમો બનાવી જુદી-જુદી હોટેલ અને સ્પા પર તપાસ હાથ ધરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ 30થી વધુ સ્થળો પર CID ક્રાઈમની ટીમે દરોડા પાડ્યા છે. આ હોટેલ અને સ્પામાં વિદેશી લોકો દેહ વેપારમાં હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે CID દ્વારા હોટેલ અને સ્પાની આડમાં ચાલતા દેહ વેપાર અને અન્ય અસામજિત પ્રવૃતિઓને અટકાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

હોટેલ અને સ્પાની આડમાં ગેરકાયદેસર પ્રવૃતિઓના કિસ્સાઓ સામે આવ્યા

અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં CID ક્રાઈમની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવતા દેહ વેપાર સાથે સંકાયેલા લોકોમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યમાં અવારનવાર હોટેલ અને સ્પાની આડમાં ગેરકાયદેસર પ્રવૃતિઓના કિસ્સાઓ સામે આવતા રહે છે. તેમજ વિદેશી નાગરિકોને ટુરિસ્ટ વિઝાના નામે ગોરખધંધાઓ કરતા હોય છે. હોટેલ અને સ્પાના માલિકો વિદેશી છોકરીઓ બોલાવી ગેરકાયદેસર પ્રવૃતિ કરવામાં આવતી હોય છે. ત્યારે CID ક્રાઈમની ટીમે અમદાવાદ અને ગાંધીનગરમાં ચાલી ગેરકાયદેર પ્રવૃતિઓને અટકાવવા કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button