ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવીડિયો સ્ટોરી

હિના ખાને કેન્સરની સારવારમાં ગુમાવ્યા બધા વાળ, ચાહકોએ હિંમતની કરી પ્રશંસા

  • કેન્સરની સારવાર વચ્ચે અભિનેત્રી પોતાના સ્વાસ્થ્યના દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરી રહી 

મુંબઈ, 31 જુલાઇ: અભિનેત્રી હિના ખાન મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. કેન્સરની સારવાર વચ્ચે અભિનેત્રી પોતાના સ્વાસ્થ્યના દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરી રહી છે. હાલમાં જ હિના ખાને એક વીડિયો શેર કર્યો, જેને જોઈને ફેન્સ કહેવા લાગ્યા કે તે ખૂબ જ હિંમતવાન છે. આ વીડિયોમાં હિના ખાને કીમોથેરાપી અને સર્જરીને કારણે પોતાના બધા વાળ ગુમાવ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. ટીવી ઇન્ડસ્ટ્રીથી બોલીવુડ સુધીની સફર કરનાર હિના ખાન આ દિવસોમાં કેન્સર સામે ઝઝૂમી રહી છે. હિના ખાને થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી કે તેને સ્તન કેન્સર હોવાનું નિદાન થયું છે અને તે ત્રીજા સ્ટેજમાં છે. તેણે એ પણ જણાવ્યું હતું કે, તેણે તેની સારવાર શરૂ કરી દીધી છે. હાલમાં, અભિનેત્રી આ મુશ્કેલ સમયમાં પણ હિંમત બતાવી રહી છે અને દરેક મુશ્કેલીનો સ્મિત સાથે સામનો કરી રહી છે. અભિનેત્રી તેની સારવાર અને તેના સ્વાસ્થ્ય સંબંધિત દરેક અપડેટ સોશિયલ મીડિયા પર પણ શેર કરી રહી છે.

 

હિનાના નવા વીડિયોમાં જોવા મળી નવી ઝલક

તાજેતરમાં અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેની ત્વચા અને પિગમેન્ટેશન વિશે વાત કરી રહી છે. આ દરમિયાન તેણે ટી-શર્ટ અને પાયજામા પહેર્યો છે. જે વસ્તુ પર દરેકનું ધ્યાન જાય છે તે તેનું માથું છે. તેણે માથા પર કાળી ટોપી પહેરી છે. હકીકતમાં અભિનેત્રીએ તેના વાળ મુંડાવ્યા છે. પોતાનું બાલ્ડ માથું છુપાવીને, તે તેના ચહેરા પર સ્મિત સાથે પોતાનું કામ ચાલુ રાખે છે. હાલમાં, કેપની કિનારીઓમાંથી તેનું મુંડન કરેલું માથું દેખાઈ રહ્યું છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે, અભિનેત્રીએ તેના વાળ કઢાવ્યા છે. અભિનેત્રી કીમો સેશન લઈ રહી છે. તાજેતરમાં તેણે સર્જરી પણ કરાવી હતી. આવી સ્થિતિમાં વાળ ખરવા લાગે છે. આ જોઈને હિના ખાને પોતાના વાળ કપાવવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે.

 પહેલા કપાવ્યા હતા વાળ

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા હિના ખાને તેના પ્રથમ કીમોથેરાપી સેશન પછી તેના વાળ કાપી નાખ્યા હતા. તેણીએ તેના જાડા કાળા વાળને કાપીને બોય કટ હેરસ્ટાઇલ રાખી હતી, પરંતુ હવે અભિનેત્રીએ તેના બધા વાળ કાપી નાખ્યા છે. અભિનેત્રી માટે આ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી. પોતાની લાગણીઓને છુપાવીને હિના ખાન પોતાનું કામ ચાલુ રાખી રહી છે અને સોશિયલ મીડિયા પર ટ્રીટમેન્ટ વચ્ચે તે જે કામ કરી રહી છે તે સતત બતાવી રહી છે. આ મુશ્કેલ સમયમાં હિના ખાનનો પરિવાર અને બોયફ્રેન્ડ તેની સાથે છે. આ વીડિયો જોયા બાદ લોકો તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે, ‘હિના જલ્દી સ્વસ્થ થઈ જાય.’ જ્યારે બીજાએ લખ્યું કે, ‘મુશ્કેલીના સમયમાં પણ આ રીતે હસવું સરળ નથી.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘ભગવાન હિના ખાનને હિંમત આપે.’

કયા પાત્રએ હિના ખાનને ઓળખ આપી

ઉલ્લેખનીય છે કે, હિના ખાનને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરાના પાત્રથી ઓળખ મળી હતી. આ શો પછી તે ‘બિગ બોસ’માં પણ જોવા મળી હતી, જ્યાં તેનો નીડર અવતાર જોવા મળ્યો હતો, લોકો તેને શેર ખાન કહેવા લાગ્યા હતા. આ પછી તે ‘નાગિન’ અને ‘કસૌટી ઝિંદગી’માં પણ જોવા મળી હતી. આ દિવસોમાં અભિનેત્રી ઘણા મ્યુઝિક વીડિયો અને OTT પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.

આ પણ જૂઓ: ખાન સરના કોચિંગ સેન્ટર પર તપાસ માટે પહોંચી ટીમ, કાગળો બતાવવા માટે માંગ્યો સમય

Back to top button