અમદાવાદ, 30 જુલાઈ 2024, NAAC એક્રીડેશન માટેનો વર્કશોપ કેટલાક સમયથી ચાલી રહ્યો છે. જેમાં અત્યારસુધી ચાર જેટલા વર્કશોપ પૂર્ણ થઈ ચૂક્યા છે. ત્યારે આજે પશ્ચિમ ઝોનનો વર્કશોપ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયો હતો. જેમાં અલગ અલગ પાંચ રાજ્યોના યુનિવર્સિટીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ વર્કશોપમાં NAACના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બરથી NAACના એક્રેડેશન માટેની પ્રક્રિયા બદલવામાં આવશે જે સરળ રહેશે. અત્યારે માત્ર 20 ટકા જેટલી સંસ્થાઓ પાસે જ NAACનું એક્રીડેશન છે. NAAC હવે કોલેજોની સારી ગુણવત્તા બતાવવા માટે કોલેજો અને યુનિવર્સિટીઓમાં ગ્રેડ સિસ્ટમ દૂર કરી છે અને પોઈન્ટ સિસ્ટમ લાવશે.
NAACમાં અગાઉ ગ્રેડ સિસ્ટમ હતી જે બંધ કરી દેવામાં આવશે
NAACના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે,અગાઉ NAAC માટે 7 માપદંડ હતા. જ્યારે હવે 10 માપદંડ રાખવામાં આવ્યા છે. જેમાં કરિક્યુલમ, ફેકલ્ટી રિસોર્સિસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લર્નિંગ એન્ડ ટીચિંગ, સ્ટુડન્ટ આઉટ કમ, રિસર્ચ એન્ડ ઇનોવેશન, ગવર્નન્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન, ગ્રીનરી, એક્સટેન્ડેડ કરીક્યુલમ, ફાઇનાન્સિયલ રિસોર્સ મેનેજમેન્ટ છે. અગાઉ NAACની ટીમ સંસ્થામાં સુપરવિઝન માટે જતી હતી. ટીમ સુપરવિઝન માટે નહિ જાય. સંસ્થાએ ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે. અગાઉ 2 લાખથી 6 લાખ ફી હતી. જેમાં હવે ઘટાડો કરવામાં આવશે. સપ્ટેમ્બર 2024થી નવી પ્રક્રિયા લાગુ કરવામાં આવશે. NAACમાં અગાઉ ગ્રેડ સિસ્ટમ હતી જે બંધ કરી દેવામાં આવશે. તેની જગ્યાએ હવે 1થી 5 સુધીના અલગ અલગ પોઈન્ટ આપવામાં આવશે.
સંસ્થાના ડોક્યુમેન્ટના આધારે એક્રીડીએશન આપવામાં આવશે
NAACના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, સંસ્થાઓ NAACના એક્રીડીએશન માટે સંસ્થાઓમાં ડર છે. જેથી પ્રક્રિયા સરળ કરવામાં આવી છે. નવી શિક્ષણનીતિ મુજબ A,B,C ગ્રેડ નહિ પરંતુ હવે 1થી 5 નંબર સુધીના અલગ અલગ પોઈન્ટ આપવામાં આવશે. સેન્ટર ફોર એક્સેલન્સ માટે પાંચ પોઈન્ટ આપવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં 90 ટકા સંસ્થાઓને નેક એક્રીડેશન આપવામાં આવશે. હાલમાં 58,000 સંસ્થાઓ પૈકી માત્ર 20 ટકા જેટલી સંસ્થાઓએ નેકનું એક્રીડેશન ધરાવે છે. અત્યાર સુધી NAAC એક્રીડેશન માટે અગાઉ ગ્રેડિંગ સિસ્ટમ ચાલુ હતી. જે હવે બંધ કરવામાં આવી છે. તેની જગ્યાએ માત્ર NAAC એક્રીડેશન અથવા તો નોન એક્રીડીએટનો દરજ્જો સંસ્થાને મળશે. NAACના એક્રીડેશન માટે હવે કોઈ સુપરવિઝન કરવામાં નહીં આવે. પરંતુ સંસ્થાના ડોક્યુમેન્ટના આધારે એક્રીડીએશન આપવામાં આવશે.
આ પણ વાંચોઃગુજરાત: શાળાઓમાં ફી નિયમન માટે કમિટી બનાવાઈ, 4 ઝોનમાં અધ્યક્ષ તરીકે નિવૃત્ત જજની નિયુક્તિ