ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લાની એક સરકારી શાળામાં ભણતા બાળકો પાસે શિક્ષિકા મસાજ કરાવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં દેખાતી શિક્ષિકા ઉર્મિલા સિંહ સ્કૂલમાં આસિસ્ટન્ટ ટીચર તરીકે કામ કરે છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે એક બાળક શિક્ષિકાના હાથ દબાવી રહ્યું છે. જેનો વીડિયો વાયરલ થતા જ શિક્ષિકાને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.
हरदोई जिले के एक प्राथमिक विद्यालय में शिक्षिका का क्लास रूम के बच्चों को सेवादार बनाने का वीडियो वायरल हो रहा है. वायरल वीडियो में दिख रही शिक्षिका उर्मिला सिंह स्कूल में सहायक अध्यापक के पद पर तैनात हैं #ViralVideo pic.twitter.com/ofhiypJ5Se
— Lalit Tiwari (@lalitforweb) July 27, 2022
મામલો શિક્ષણાધિકારી સુધી પહોંચ્યો હતો
વીડિયો આ મહિનાનો છે. અને આ મામલામાં શિક્ષકની ફરિયાદ 14 જુલાઈના રોજ શાળાના પ્રિન્સિપાલ સુધી પહોંચી હતી, જે બાદ તેમણે BEOને શિક્ષકના ખરાબ વર્તન અને અનિયમિતતા અંગે ફરિયાદ કરી હતી, તે જ સમયે વીડિયો વાયરલ થયા પછી બીઇઓએ તરત જ શિક્ષિકાને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી. વાયરલ થઈ રહેલો આ 34 સેકન્ડના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પોખરીની પ્રાથમિક શાળામાં તૈનાત એક સહાયક શિક્ષિકા ઉર્મિલા સિંહ એક બાળક પાસે હાથે માલીસ કરાવતી જોવા મળી રહી છે.