ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

હાર્દિક પંડ્યા છૂટાછેડા બાદ ભાવુક થઈને પુત્રને જન્મદિનની પાઠવી શુભેચ્છા; જૂઓ વીડિયો

Text To Speech

 

નવી દિલ્હી, 30 જુલાઇ: ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં શ્રીલંકામાં T20 સિરીઝ રમી રહ્યો છે. ICC T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારત પરત ફર્યા બાદ આ દિગ્ગજ ખેલાડીએ પોતાના છૂટાછેડાની જાહેરાત કરી હતી. હાર્દિક અને તેમની પત્ની નતાશા સ્ટેનકોવિચે 18 જુલાઈના રોજ સોશિયલ મીડિયા દ્વારા તેમના અલગ થવાની માહિતી બધા સાથે શેર કરી હતી. 30મી જુલાઈ એટલે કે આજે ભારતીય ઓલરાઉન્ડરના પુત્ર અગસ્ત્યનો જન્મદિવસ છે, જેના પર તેમણે એક ભાવુક પોસ્ટ કરી છે.

 

હાર્દિક પંડ્યાની જિંદગીના છેલ્લા કેટલાક મહિનાઓ ખૂબ જ મુશ્કેલી ભર્યા 

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની જિંદગીના છેલ્લા કેટલાક મહિનાઓ ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન તેને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ટીમ મેનેજમેન્ટે તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટનશિપની જવાબદારી સોંપી હતી. રોહિતના પ્રશંસકો આનાથી એટલા ગુસ્સે થયા કે તેઓએ અડધી IPL માટે દરેક મેચમાં હાર્દિકને બુ(boo) કર્યો. આ પછી, તેમના લગ્ન તૂટવાના સમાચાર આવ્યા અને આખરે આ સમાચાર સાચા પડ્યા અને તેમણે નતાશા સાથેના અલગ થવાની માહિતી આપી.

પુત્રથી અલગ રહેલા હાર્દિક પંડયાએ તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી

18 જુલાઈના રોજ હાર્દિક પંડ્યા અને નતાશાએ એકબીજાથી અલગ થવાની માહિતી શેર કરી હતી. નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે તેના દેશ સર્બિયા ગઈ હતી અને હાર્દિક એકલો પડી ગયો હતો.આજે 30 જુલાઈના રોજ તેમના પુત્રના જન્મદિવસ પર હાર્દિક પંડયા ભાવુક થયો છે, તેમણે અગસ્ત્ય સાથે એક વીડિયો શેર કર્યોછે અને તેમને આ ખાસ દિવસની શુભેચ્છા પાઠવી છે.

હાર્દિકે આજે તેના પુત્ર જન્મદિવસ પર લખ્યું કે, તું મને દરરોજ આગળ વધવાની હિંમત આપે છે, દરેક સારા-ખરાબ કામમાં મારો સાથ આપે છે, તને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મારા હૃદય, મારા અગસ્ત્ય, હું તને કેટલો પ્રેમ કરું છું તે શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે.

આ પણ જૂઓ: અમિતાભ બચ્ચનનું નામ જોડવા પર જયા બચ્ચન સંસદમાં ગુસ્સે થયાં, જાણો શું કહ્યું

Back to top button