ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઝારખંડમાં મોટી રેલ દુર્ઘટના, ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના ડબ્બા પાટા પરથી ઉતર્યા

Text To Speech
  • બે દિવસ પહેલા એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી, જેની વેગન પાટા પર હોવાથી તેની સાથે હાવડા-મુંબઈ મેલ અથડાઈ

ચક્રધરપુર, 30 જુલાઇ: ઝારખંડના ચક્રધરપુરમાં ફરી એકવાર મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. અહીં હાવડાથી મુંબઈ જઈ રહેલી 12810 હાવડા-CSMT મેલના કેટલાય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. મળતી માહિતી મુજબ, દુર્ઘટનાનું કારણ એ હતું કે અહીં બે દિવસ પહેલા એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી, જેની વેગન પાટા પર હતી. હાવડા-મુંબઈ મેલ બીજા ટ્રેક પરથી આવી રહી હતી અને જે ટ્રેક પર પહેલાથી જ પડેલા કેટલાક કોચ સાથે અથડાઈ ગઈ. આ અકસ્માત બાદ અનેક બોગીઓ પાટા પરથી પલટી ગઈ હતી. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ અકસ્માતમાં અત્યારસુધીમાં 2 લોકોના મૃત્યુ થયાં છે જ્યારે 150 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મૃત્યુઆંક વધી શકે છે.

 

ક્યાં માલગાડી પલટી ગઈ?

હાવડા-મુંબઈ રેલવે લાઇન પર ચક્રધરપુર નજીક પોલ નંબર 219 પાસે આ અકસ્માત થયો હતો. મંગળવારે સવારે બનેલી આ ઘટનામાં ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અહીં આ દુર્ઘટના પહેલાથી પડેલી બોગીઓ સાથે ગુડ્સ ટ્રેનની ટક્કરથી થઈ હતી. આ અકસ્માતમાં 150 મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જ્યારે 2 મુસાફરોના મૃત્યુ પણ થયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ સિવાય હાવડા-મુંબઈ રેલવે લાઇન પર ટ્રેનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.

રાહત ટ્રેન રવાના કરવામાં આવી

દુર્ઘટના બાદ ટાટાનગર અને ચક્રધરપુર સ્ટેશનથી રાહત ટ્રેનો ઘટના સ્થળ તરફ રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત એન્જિનિયરિંગ વિભાગની ટીમને પણ અકસ્માતની તપાસ માટે મોકલવામાં આવી છે.

હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

પટનાથી NDRFની ટીમને ઘટનાસ્થળે રાહત અને બચાવ માટે મોકલવામાં આવી છે. અકસ્માત બાદ રેલવે દ્વારા હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે. આ હેલ્પલાઈન નંબરો નીચે મુજબ છે:

ટાટાનગર માટે 06572290324
ચક્રધરપુર માટે 06587238072
રાઉરકેલા માટે 06612501072, 06612500244
હાવડા માટે 9433357920, 03326382217

આ પણ જૂઓ: કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી પાંચના મૃત્યુ, સેંકડો લોકો ફસાયા હોવાની આશંકા

Back to top button