ઓલિમ્પિક : મેન્સ ડબલ્સ ટેનિસના પ્રથમ રાઉન્ડમાં હાર બાદ રોહન બોપન્નાએ નિવૃત્તિ કરી જાહેર, જુઓ શું કહ્યું
- 1996થી ટેનિસમાં ભારતનો ઓલિમ્પિક મેડલનો દુકાળ ચાલુ
- રોહન બોપન્ના અગાઉ ડેવિસ કપમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ચૂક્યો છે
નવી દિલ્હી, 30 જુલાઈ : ભારતીય દિગ્ગજ ખેલાડી રોહન બોપન્નાએ પેરિસ ઓલિમ્પિકમાં મેન્સ ડબલ્સ ટેનિસના પ્રથમ રાઉન્ડમાં હાર બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી. ગત રવિવારે રમાયેલી મેચમાં તેઓ ગેલ મોનફિલ્સ અને એડૌર્ડ રોજર વેસેલિનની ફ્રેન્ચ જોડી સામે 5-7, 6-2થી હાર્યા હતા. આ સાથે ભારતીય જોડી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા : રોટરી કલબ ડીસા દ્વારા ડીસા કેમિસ્ટ એશોશિયેશનના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
‘આ મારી છેલ્લી ઇવેન્ટ હતી’
આ મેચમાં હાર બાદ બોપન્નાએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે કહ્યું, “દેશ માટે આ ચોક્કસપણે મારી છેલ્લી ઇવેન્ટ હતી. હું સંપૂર્ણ રીતે સમજું છું કે હું ક્યાં છું અને અત્યારે, જ્યાં સુધી આ ચાલુ રહેશે, ત્યાં સુધી હું ટેનિસ સર્કિટનો આનંદ લેવાનું ચાલુ રાખીશ. હું જ્યાં છું ત્યાં રહેવાની આ એક શ્રેષ્ઠ તક છે. “તે પહેલેથી જ એક મોટું બોનસ છે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું 22 વર્ષ પછી પણ ભારતનું પ્રતિનિધિત્વ કરીશ.”
1996 પછી કોઈ મેડલ આવ્યો નથી
બોપન્ના અને બાલાજીની હાર સાથે, 1996 થી ટેનિસમાં ભારતનો ઓલિમ્પિક મેડલનો દુકાળ ચાલુ રહ્યો. બોપન્ના 2016 માં આ દુષ્કાળને સમાપ્ત કરવાની નજીક આવ્યો હતો પરંતુ તેની અને સાનિયા મિર્ઝાની જોડી મિશ્ર ઇવેન્ટમાં ચોથા સ્થાને રહી હતી. બોપન્ના 2026 એશિયન ગેમ્સમાંથી પણ બહાર રહેશે. ઉલ્લેખનીય છે કે તે પહેલા જ ડેવિસ કપમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ચૂક્યો છે.
આ પણ વાંચો : UPમાં લવ જેહાદના ગુનામાં થશે આજીવન કેદ, યોગી સરકારે રજૂ કર્યું બિલ