ફોનની ફ્લેશ લાઇટથી કરી સિઝેરિયન ડિલિવરી, માતા અને બાળક બનેનું થયું મૃત્યુ
મુંબઈ, 29 જુલાઇ, મુંબઈમાં દિલને હચમચાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) હેઠળની સરકારી પ્રસૂતિ હોસ્પિટલમાં, BMC સંચાલિત હોસ્પિટલમાં પાવર ન હતો અને ત્રણ કલાક સુધી જનરેટર ચાલુ થયું ન હતું. પાવર નિષ્ફળતા પછી મોબાઇલ ફોનની ટોર્ચના પ્રકાશમાં સિઝેરિયન સર્જરી કરવામાં આવી હતી. આ ઘટનામાં માતા અને બાળક બંનેના મૃત્યુ થયા હતા. જ્યારે સરકારી હોસ્પિટલના ડૉક્ટરોની આ કાર્યવાહી બાદ હોબાળો થયો ત્યારે BMCએ આ મામલે તપાસના આદેશ આપ્યા હતા.
જેઓ પિતા બનવાના હતા, તેમની માટે આનંદ અને નવી શરૂઆતનો દિવસ હતો, પરંતુ તેમની પત્ની અને નવજાતનું મુંબઈમાં તબીબીના બેદરકારી અને સંસ્થાકીય નિષ્ફળતાના કારણે મૃત્યુ થઈ ગયું હતું જેના કારણે તેમનો આનંદ માતમમાં છવાઈ ગયો હતો. મુંબઈની એક હોસ્પિટલમાં ડોક્ટરોએ એક મહિલાના મોબાઈલ ફોનની ટોર્ચ કરીને તેની સિઝેરિયન ડિલિવરી કરી હતી. જેમાં માતા અને બાળક બંનેના મૃત્યુ થયા હતા. આ ઘટના BMC હેઠળ આવતા સુષ્મા સ્વરાજ મેટરનિટી હોમમાં બની હતી.
પતિએ શું કહ્યું ?
મહિલાના પતિએ કહ્યું કે ડોક્ટરોને સજા થવી જોઈએ. જેમ મને પીડા થાય છે તેમ ડૉક્ટરો અને સ્ટાફને પણ સજા થવી જોઈએ. હોસ્પિટલ બંધ કરવી જોઈએ. અંસારીએ કહ્યું કે મને ન્યાય જોઈએ છે. મારી આવક ઘણી ઓછી છે અને હું અપંગ પણ છું. પીડિતાએ કહ્યું કે મારું લગ્નજીવન ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થયું હતું અને હવે મારું જીવન બરબાદ થઈ ગયું છે.
મહિલાના પરિવારજનો છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારબાદ BMC જાગી અને મામલાની તપાસના આદેશ આપ્યા. મહિલાનું નામ સાહિદુન 26 વર્ષની છે અને તેના પતિનું નામ ખુસરુદ્દીન અંસારી છે. બંનેના લગ્નને 11 મહિના થયા હતા. પીડિત પરિવારે સોમવારે હોસ્પિટલની લાઇટ બંધ થયા બાદ ત્રણ કલાક સુધી જનરેટર ચાલુ ન કરવાનો આરોપ લગાવ્યો છે. પરિવારનો આરોપ છે કે આ ઘટના બાદ ડોક્ટરોએ અંધારામાં બીજી ડિલિવરી કરાવી.
જનરેટર ન ચલાવવાનો આદેશ
અંસારીની માતાએ જણાવ્યું કે તેમની પુત્રવધૂ સંપૂર્ણપણે સ્વસ્થ હતા અને ગર્ભાવસ્થા દરમિયાન તેમના તમામ રિપોર્ટ સાચા હતા. તેને 29 એપ્રિલે સવારે 7 વાગ્યે પ્રસૂતિ માટે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ડોક્ટરોએ તેને આખો દિવસ એડમિટ રાખી હતી. 8 વાગ્યે અમને કહેવામાં આવ્યું કે બધું બરાબર છે. ડૉક્ટરોએ કહ્યું કે ડિલિવરી નોર્મલ થશે, પરંતુ જ્યારે હું તેને મળવા ગયો તો જોયું કે તે લોહીથી લથપથ હતી. મહિલાની સાસુએ જણાવ્યું કે ડોક્ટરોએ તેના પેટમાં ચીરો કર્યો હતો. ડોક્ટરોએ કહ્યું કે સાહિદુનને સ્ટ્રોક આવ્યો છે અને સી સેક્શન જરૂરી છે, પછી લાઈટ ગઈ, પણ ડોક્ટરોએ અમને બીજી હોસ્પિટલમાં મોકલ્યા નહીં. તેઓ અમને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને ફોનની ટોર્ચ લાઇટની મદદથી ડિલિવરી કરી. ડિલિવરી દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું. ડોકટરોએ અમને કહ્યું કે માતા બચી જશે અને અમને સાયન હોસ્પિટલમાં જવાનું કહ્યું, પરંતુ ત્યાં સુધીમાં સાહિદુનનું મૃત્યુ થઈ ગયું હતું. તેના માટે ઓક્સિજન પણ ન હતો.
આ પણ વાંચો..દરજીએ એક મહિલાના બ્લાઉઝની બગાડી નાખી ડિઝાઇન, તો કોર્ટે ફટકારી આવી સજા