ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ-કાશ્મીર: બારામુલ્લા જિલ્લાના સોપોર વિસ્તારમાં વિસ્ફોટ, 4 લોકોના મૃત્યુ

Text To Speech

જમ્મુ-કાશ્મીર, 29 જુલાઈ: જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોર વિસ્તારમાં વિસ્ફોટમાં ચાર લોકોના મૃત્યુ થયા છે. શેર કોલોનીમાં ભંગારના વેપારી ટ્રકમાંથી માલ ઉતારી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો છે. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે.

કેવી રીતે થયો વિસ્ફોટ?

સોમવારે સોપોર શહેરમાં એક રહસ્યમય વિસ્ફોટ થયો હતો જેમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા. વિસ્ફોટમાં અન્ય એક ઘાયલ પણ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે વિસ્ફોટ બારામુલ્લા જિલ્લાના સોપોર શહેરની શેર કોલોનીમાં ભંગારના વેપારીની દુકાનની અંદર થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ઘટના સમયે કેટલાક લોકો ટ્રકમાંથી કચરો ઉતારી રહ્યા હતા. તેમણે કહ્યું કે બે લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા, જ્યારે અન્ય બે લોકોના મૃત્યુ પાછળથી થયા હતા.

 

ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ ઘટનાસ્થળે પહોંચી

મૃતકોની ઓળખ નઝીર અહેમદ નાદરુ (40), અઝીમ અશરફ મીર (20), આદિલ રશીદ ભટ (23) અને મોહમ્મદ અઝહર (25) તરીકે થઈ છે. તમામ પીડિતો શેર કોલોનીના રહેવાસી હતા. અધિકારીઓએ જણાવ્યું કે ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: દિલ્હી-મેરઠ રોડ પર કાવડિયાઓએ મચાવ્યો હંગામો, તોડી પાડી પોલીસની ગાડી; જૂઓ વીડિયો

Back to top button