અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના 45 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈએલર્ટ, રાજ્યમાં કુલ 55%થી વધુ વરસાદ નોંધાયો

Text To Speech

અમદાવાદ, 29 જુલાઈ 2024, ગુજરાતમાં રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના અહેવાલ મુજબ મહુધા, ઝાલોદ, મોરવા-હડફ, લુણાવાડા, સિંગવડ, ફતેહપુરા અને કડાણા મળીને કુલ સાત તાલુકાઓમાં બે-બે ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 10 તાલુકાઓમાં એક ઇંચ જ્યારે 25 તાલુકાઓમાં અડધો ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 55 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 75 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ 73 ટકા, દક્ષિણ ગુજરાતમાં 67 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 37 ટકા અને ઉત્તર ગુજરાતમાં 30 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

કુલ સંગ્રહ શક્તિના 47.19 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો
રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે 45 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત સાત જળાશયોમાં 90 ટકાથી 100 ટકા ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 178286 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 53.37 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 264362 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 47.19 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.49 ટકા પાણીનો સંગ્રહ
રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સરદાર સરોવર યોજનામાં 23486 ક્યુસેક, ઉકાઈમાં 36307 ક્યુસેક, દમણગંગામાં 7018 ક્યુસેક, કડાણામાં 6674 ક્યુસેક, પાનમમાં 6648 ક્યુસેક અને હડફમાં 5500 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના 30 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે. જ્યારે 36 ડેમ 25થી 50 ટકા ભરાયા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 53.29 ટકા, સૌરાષ્ટ્રના 141માં 50.88 ટકા, કચ્છના 20માં 49.92 ટકા, મધ્ય ગુજરાતના 17માં 37.29 ટકા, તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.49 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

આ પણ વાંચોઃગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી, જાણો ક્યા છે મેઘનું એલર્ટ

Back to top button